Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ધ્રુવનગરના ૮૦ વર્ષના વૃધ્‍ધે કરેલુ મતદાન

ટંકારા, તા.૧: ટંકારા તાલુકાના ધ્રુવનગરમાં રહેતા ભાણજીભાઈ કાનાભાઈ વણોલ (ઉમર વર્ષ ૮૦)ને બીમારી હોવા છતાં તેઓ મતદાન કરવાની ઇચ્‍છા ધરાવતા હતા. આથી, તેમના કુટુંબીજનો સાથે મતદાન મથકે પથારી સાથે યુટિલિટી વાહનમાં લઈ આવેલ હતા. અને ભાણજીભાઈએ મત આપી મતાધિકારનો ઉપયોગ કરેલ હતો. તેમણે લજાઈ-૨ના ટંકારા તાલુકાના બંને ઉમેદવારોની હાજરીમાં મતદાન કરીને લોકશાહીના પર્વને દીપવ્‍યું છે. તેઓએ પોતાના વિસ્‍તારના સારા ભવિષ્‍ય માટે ઉમળકાભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે યુવા સશક્‍ત પરંતુ નિરુત્‍સાહ મતદારો માટે પ્રેરણાદાયી બનશે.

ટંકારા તાલુકા પંચાયતની ૧૫ સીટ માટે ૬૭.૮ ટકા મતદાન

ટંકારા તાલુકા પંચાયતની ૧૫ સીટ માટે ૬૭.૮ ટકા મતદાન થયેલ છે. ટંકારામાં સવારના સાત વાગ્‍યાથી જ મતદારોની લાઈનો લાગી ગયેલ. ટંકારા તાલુકામાં ૨૪૫૭૨ પુરુષો તથા ૨૧,૫૯૬સ્ત્રીઓએ મળી ૪૬૧૬૮ મતદારોએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરેલ છે. સૌથી વધારે મતદાન લજાઈ ૨ સીટ ઉપર ૮૪.૫૪ ટકા થયેલ છે. ૪૦૮૩ માંથી ૩૪૫૨ મતદારોએ મતદાન કરેલ.

સૌથી ઓછું મતદાન વિરવાવ સીટ ઉપર ૬૦. ૪ ટકા થયેલ છે. કુલ ૪૪૦૭ માથી ૨૬૬૨ મતો પડેલ છે.

(1:35 pm IST)
  • અમેરિકામાં ફરી કોરોના કેસો ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર નવા કેસ નોંધાયા: બ્રાઝિલમાં ૩૪ હજાર, ફ્રાન્સમાં ૧૯ હજાર, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૬ હજાર ભારતમાં ૧૫૫૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થોડા ઘટીને ૨૯૦૦ નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૫, ચીનમાં ૧૯ અને હોંગકોંગમાં ૨૨ નવા કોરોના કેસ નોંધાયા access_time 12:25 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST

  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST