Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પોરબંદરના રતનપરમાં ૧૧૬ વર્ષનાખીમાભાઇ દ્વારા પ્રેરણારૂપ મતદાન

(સ્‍મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ :.. રતનપર ગામે રહેતા ૧૧૬ વર્ષના ખીમાભાઇ ભીમાભાઇ ઓડેદરાએ જિલ્લા પંચાયત વિસ્‍તારના મતદાન કરી યુવાઓને પ્રેરણારૂપ દાખલો બેસાડયો હતો. ખેતીવાડીના વ્‍યવસાય સાથે  અને ખીમાભાઇ રાજાશાહીના સમયથી સ્‍પોર્ટમેન તરીકે રજવાડાના સમયમાં પણ સ્‍પોર્ટની રમતોમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ છે હાલ આ ખીમાભાઇ પોરબંદરના રતનપર ગામે જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન કરી મતદાનની જાહેરાતોમાં લાભ થાય તે રીતે પ્રેરક દાખલો બેસાડયો છે.

ખીમાભાઇની પત્‍ની હાલ ૧૧૦ વર્ષની ઉમરે હયાત છે પરંતુ વયવૃધ્‍ધની બીમારીના કારણે પથારી વશ હોય તેથી મતદાન કરી શકેલ નથી પરંતુ ખીમાભાયે આજના યુવાનોને મતદાન માટે જાગૃતિ મળે તેવું કામ કરેલ છે. પોતે પણ પ૦ વર્ષ સુધી સરપંચ તરીકે પણ રહી ચુકેલ છે. અને ૧૮ વર્ષની ઉમરથી જ મતદાન કરતા આવ્‍યા છે. યુવાનો માટે પ્રેરણાદયી બની રહ્યા છે.

(1:35 pm IST)