Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આટકોટમાં સંતોએ મતદાન કરી પ્રેરક સંદેશ પાઠવ્યો

જસદણઃ વીંછીયા પંથકમાં તાલુકા જિલ્લા ચૂંટણી અંગે મતદાન યોજાતા લોકોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઇ લોકશાહી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી કેટલાંક ગામોમાં પક્ષાપક્ષીનો ખેલ કરી બોલાચાલીને બાદ કરતાં આટકોટ ગામના સંતોએ મતદાન કરી યુવા પેઢીને પ્રેરક સંદેશો પાઠવ્યો હતો(તસ્વીરઃ હુસામુદીન કપાસી)

(11:54 am IST)
  • છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ કેસઃ ૧૦૬ના મોતઃ દેશમાં કુલ કેસ ૧,૧૦,૯૬,૭૩૧ થયા નવી દિલ્‍હી : છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ નવા કેસ સામે આવ્‍યા છે. આ દરમિયાન ૧૦૬ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્‍યા વધીને ૧,૧૦,૯૬,૭૩૧ થઇ છે. કુલ મૃત્‍યુઆંક ૧,પ૭,૧પ૭ થયો છે. હાલ એકટીવ કેસ ૧,૬૮,૬ર૭ છે. અત્‍યાર સુધીમાં ૧,૪૩,૦૧,ર૬૬ લોકોનું રસીકરણ થયું છે. access_time 12:00 am IST

  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • જૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોમટાથી લઈને ખોડિયાર પરોઠા હાઉસ સુધી 15 કિલોમીટર હાઇવે પર ડુંગળી ભરેલા ટ્ર્કના થપ્પા લાગ્યા : ડુંગળીની ચિક્કાર આવક access_time 10:26 pm IST