Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

અબ તુમ્હારે હવાલે બજેટ સાથીયોઃ જુનાગઢ કોર્પોરેશનનું વર્ષ ર૦૧૯-ર૦નું ર૯૧.૧૪ કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમીટીને સુપ્રત કરતા મ્યુ. કમિશ્નર

જુનાગઢઃ જુનાગઢ મહાનગર પાલીકાનું વર્ષ ર૦૧૯-ર૦નું બજેટ કમિશ્નર પ્રકાશ સોલંકી દ્વારા સ્થાયી સમીતી ચેરમેન નિલેશભાઇ ધુલેશીયાને સુપ્રત કર્યુ હતું. સને ર૦૧૯-ર૦નું સામાન્ય બજેટનું કુલ કદ ર૯૧.૧૪ કરોડ છે. મિલ્કતવેરા આવકનો અંદાજ ૯૯.૮૦ અને કેપીટલ આવક ૧૯૧.૦૧ નો અંદાજ છે રે. ખર્ચ ૯૯.૪૭ કરોડ અને કેપીટલ ખર્ચ ૧૯૧.૩૪ સામેલ છે. વર્ષ તે રૂ. ૩ર.૭૦ લાખ પુરાંત રહેશે. આ તકે મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, શાસક પક્ષના નેતા પુનીતભાઇ શર્મા, નાયબ કમિશ્રરશ્રી એમ.કે.નંદાણીયા, કોર્પોરેટર સંજયભાઇ કોરડીયા, નિર્ભયભાઇ પુરોહીત, મોહનભાઇ પરમાર, શીલ્પાબેન જોષી, સુરેશભાઇ પાનસુરીયા, પ્રવિણભાઇ વાઘેલા, ભાજપ મહામંત્રી ભરતભાઇ શીંગાળા તથા એકાઉન્ટન્ટ આશીષભાઇ કોડીયાતર સહીતના અગ્રણી ઉપસ્થિત રહયા હતા.(અહેવાલઃ તસ્વીરઃ વિનુભાઇ જોષી)(૪.૮)

 

(1:27 pm IST)