Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સોમનાથ ટ્રસ્ટને બાળકોના સ્મશાનમાં માટી નાખતા રજુઆત

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભીડિયા વિસ્તારમાં ચાલતા ખોદકામ-બાંધકામની ધૂળ બાળકોના સ્મશાનમાં નાખતા આ પ્રશ્ને કોળી સમાજનાં આગેવાનોએ સોમનાથ ટ્રસ્ટને લેખીત રજુઆત કરેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)(૧.૩)

પ્રભાસ પાટણ તા.૧: સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભીડિયા પ્લોટ વિસ્તારમાં દરિયા કિનારે બાળગંગાની સામેનાં ભાગમાં નાના બાળકોનું સ્મશાન આવેલ છે. આ બાળ સ્મશાન (સમાધી) ૧૯૫૦ છે અને ભીડિયા બંદર વિસ્તારમાં રહેતા દરેક જ્ઞાતિનાં બાળકો મૃત્યુ પામે તેને સમાધી આપવામાં આવે છે.પરંતુ આ બાળ સ્મશાનની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાંધકામ કરવામાં આવી રહેલ છે અને સ્મશાનની બાજુની જગ્યામાં ખોદકામ કરવાથી આ માટી સ્મશાનમાં નાખવામાં આવેલ છે જેથી નાનાં બાળકોની સમાધીઓ ઉપર ધૂળનાં ઢગલા થયેલા છે.

સ્મશાનમાં સમાધી વિસ્તારમાં થઇ રહેલ બાંધકામ દૂર કરવા ભીડિયા કોળી સમાજનાં પટેલ ધનજીભાઇ અને અજય દુબેને લેખિતમાં રજુઆત કરેલ છે. તેમજ સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીને રજુઆત કરેલ છે. અને સ્મશાન વિસ્તારમાં બાંધકામ ન કરવા માંગણી કરેલ છે.(૧.૩)

(12:01 pm IST)