Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

જેન્તી ભાનુશાલી હત્યા કેસ : બે શખ્સોના રિમાન્ડ પુરા : છબીલ ફેન કલબ ગ્રુપમાંથી સભ્યો આઉટ

સોશ્યલ મીડિયામાં છબીલ પટેલ મોજથી એકિટવ પણ છબીલના મિત્રો ફરતે પોલીસ તપાસનો ગાળ્યો : આજે રાહુલ, નીતિનના રિમાન્ડ પુરા

 ભુજ તા. ૧ : સમગ્ર રાજય સહિત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસ હવે શું કાર્યવાહી કરશે તેના ઉપર સૌની નજર છે. જોકે, આ પ્રકરણ માં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી નીકળતા આ હત્યા કેસ હાઈપ્રોફાઈલ બની ગયો છે.

દરમિયાન લોકોમાં છબીલ પટેલની સોશ્યલ મીડિયામાં ચેટિંગ ચર્ચાનું કેન્દ્ર બની છે. એક બાજુ સીટની પલ્લીસ ટિમ દ્વારા છબીલના નારાયણ ફાર્મ સાથે સંકળાયેલા ભાગીદારો અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે, તેમના નિવેદનો લઈ રહી છે. બીજી બાજુ છબીલ પટેલ જાણે કંઈ પણ બન્યું ન હોય તેમ મોજ થી સોશ્યલ મીડિયામાં ચેટિંગ કરીને પોતાના ટેકેદારોને જન્મદિવસની વધાઈ આપે છે.

આ વિશે મીડિયાના અહેવાલો છપાયા બાદ વ્હોટ્સએપ પર કચ્છમાં કાર્યરત છબીલ પટેલ ફેન્સ કલબ નો વાવટો વીંટાઈ ગયો છે. જેન્તી ભાનુશાલી ની હત્યાના ૨૧ દિવસ સુધી ચાલી રહેલી ચેટિંગ ચર્ચામાં આવતા હવે દરેક સભ્યો ગ્રુપ માં થી આઉટ થઈ રહ્યા છે. પોલીસ તપાસ અને હત્યાના આક્ષેપોની ગંભીરતા વિશે જાણે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને કોઈ ફિકર ન હોય તેવું દેખાઈ રહ્યું છે.

જોકે, છબીલ પટેલના બે ભાગીદારો રાહુલ અને નીતિન પટેલના પોલુસ રિમાન્ડ આજે પુરા થાય છે. પોલીસ હત્યારા જયાં રોકાયા હતા તે સ્થળ છબીલ પટેલના નારાયણ ફાર્મ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે.(૨૧.૧૫)

 

(11:53 am IST)