Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

રાજસ્થાનના બાડમેરની માનસિક દિવ્યાંગ દર્દીને પુનઃ સ્થાપિત કરાઇ

ભુજ તા. ૧ : ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ડો.મહેશ તીલવાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં રખડતા-ભટકતાં માનસિક દિવ્યાંગ દર્દી સરોજબેન મદનલાલ ખીચીને સારવાર આપી તેમના સગા-સબંધીઓ તથા ગામની પુચ્છા કરતાં જે બાડમેરના ગાંધીનગર (રાજસ્થાન) ગામની મસ્જિદ ખાતે ફોન કરીને બાજુમાં રહેતા તેમના પુત્ર અને પતિનો સંપર્ક સાધી ભુજ હોસ્પિટલ ખાતે બોલાવી સોંપણી કરાઇ હતી. સરોજબેનનું તેમના પરિવાર સાથે આશરે અઢી વર્ષ બાદ પુનઃમિલન થયું હતું. ત્યારે હર્ષની લાગણી ફેલાઇ હતી.

આ કાર્ય માટે ડો.મહેશભાઇ તિલવાણીના માર્ગદર્શન હેઠળ ડો.પાટણકર તથા વર્કર મયુરીબેન ગઢવી, રશિલાબેન કોઠીવાર, ડ્રાઇવર રાજેન્દ્રસિંહ, નર્સિગ સ્ટાફ અને બ્રધર પ્રકાશભાઇ જોશી એટેન્ડ રમાબેન, નરેશભાઇ વગેરે માનસિક દિવ્યાંગને પોતાના ઘરે પુનઃ સ્થાપન કરવા જહેમત ઉઠાવી હતી.(૨૧.૬)

(10:56 am IST)