Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ઓઇલ - ગ્રીસના બેરલ અંગે એફએસએલના રિપોર્ટની જોવાતી રાહ

ગોંડલ તા. ૧ : સૌ પ્રથમ વેરહાઉસના એક ખુણામાં આગ લાગી હતી. પ્રથમ ફાયર પહોંચે ત્યાં તો આગ ચોતરફ લાગી ચુકી હતી સાથે વેરહાઉસ ફરતે આઠથી દશ બેરલ ગ્રીસ તેમજ ઓઇલના જોવા મળ્યા હતા.

જેમાં કેટલાક બેરલમાં તાજેતરમાં જ ગ્રીસ કાઢવામાં આવ્યું હોવાનું જણાઇ રહ્યું હતું. શું આગને વધુ વિકરાળ રૂપ આપવા ગ્રીસ કે ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હશે? આ ગ્રીસ અને ઓઇલનાં બેરલ હાલ શંકાના પરીઘમાં આવવા પામ્યા છે. સત્ય હકીકત તો એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવવા પામશે. દરમિયાન મગફળીના બારદાનના પેકીંગ અંગે ગોંડલના એક જીનર્સ દ્વારા આ જથ્થા અંગે અંગતરસ દાખવ્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. બનાવ અંગે જિલ્લા કલેકટર દ્વારા ગોંડલના પ્રાંત અધિકારી રાયજાદાને તપાસ સોંપવામાં આવી છે.

(12:14 pm IST)