Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

તળાજામાં દુકાનમાં બાકોરૂ પાડી તસ્કરો કળા કરી ગયા

વાવચોક નજીકના કબ્રસ્તાનમાંથી બાકોરૂ પાડી તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યાે: આ વિસ્તારમાં આજ મેથડથી થાય છે ચોરી!

તળાજા તા.૧: છેલ્લા ૨૪ કલાકમાં તળાજામાં ત્રણ ઘટનાઓ એેવી બનીકે પોલીસ આ શહેરમાં છે કે નહી! તેવો સવાલ આમ જનતાના મુખેથી આજે સાંભળવા મળ્યો. જૈન વેપારીને રાત્રી દરમિયાન રંજાડવાનો પ્રયાસ ડોકટરના ઘરમાં ઘુસી ભાવનગર કાળીયાબીડ ખાતે આવેલ મિલ્કત બાબતે માર મારવામાં આવ્યો ભર બપોરે રાત્રી દરમિયાન ચોરીનો બનાવ આ ત્રણેય ઘટનાએ શહેરીજનોમાં ચિંતા કરતા કરી દિધા છે.

વિગતો અનુસાર વાવચોકથી શાકમાર્કેટ તળાજા તરફ જવાના રસ્તાપર વલ્લભ મોહનભાઇ ટાઢાણી સીતારામ ટ્રેડીંગ નામની દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી અંદર પ્રવેશી તસ્કરો કબાટમાં રાખેલ રોકડ  રૂપિયાની ચોરી કરી ગયા હતા. દુકાનનો બીજો કબાટ પણ તસ્કરો તોડવામાં સફળ રહ્યા પરંતુ કશુ હાથ લાગ્યુ નહી!

કબ્રસ્તાનના રસ્તેથી આવી વૃક્ષપર ચઢી તસ્કરે જાડી, મોટી દિવાલ તોડી હતી. એકાદ ફુટ જેવડુ બાકોરૂ પાડી તસ્કરો અંદર પ્રવેશ કર્યો હતો.

આ વિસ્તારમાં ભૂતકાળમાં તુટેલી મોબાઇલની દુકાનમાં જયારે ચોરી થઇ હતી ત્યારે આજ મેથડથી ચોરી થઇ  હતી. કોઇ ચોક્કસ વ્યકિત રેકી કરીને ચોરીને અંજામ આપી રહ્યો છે.

સીતારામ ટ્રેડીંગ ખાતે દરરોજ હજારોનો વેપાર છે પરંતુ વેપારીની સાવચેતી દુકાનમાં વધુ નાણા રાખવા નહી ના કારણે મોટી રકમ તસ્કરોના હાથ લાગી નહતી.

બનાવના પગલે દુકાન ખાતે વેપારીઓ એકઠા થઇ ગયા હતા. વેપારી અગ્રણી ભરતભાઇ સહીતનાએ પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

(11:47 am IST)