Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વાંકાનેર લુહાર જ્ઞાતિના તેજસ્‍વી છાત્રોનું સન્‍માન

 શ્રી મચ્‍છુ કઠીયા લુહાર જ્ઞાતિ હીતેચ્‍છુ મંડળ તથા યુવક મંડળ દ્વારા લુહાર જ્ઞાતિનું શિક્ષણ ક્ષેત્રે નામ રોશન કરનારા ધો. ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સન્‍માનીત કરવા માટેનો કાર્યક્રમ લુહાર જ્ઞાતિની વાડીમાં વાંકાનેર અને બહારગામથી પધારેલા જ્ઞાતિ અગ્રણીઓના હસ્‍તે વિશ્વકર્મા દાદા અને શ્રી સરસ્‍વતી માતાજીનું પુજન કરાયું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃત્‍ય એમ શિલ્‍ડ આપી વિદ્યાર્થીઓને સન્‍માનવામાં આવેલ ત્‍યારબાદ વિદ્યા-અભ્‍યાસ ક્ષેત્રે જ્ઞાતિના તમામ બાળકો ખુબ આગળ વધે વ્‍યસનથી દુર રહી સહીતના પ્રાસંગીક પ્રવચન સાથે શુભેચ્‍છા પાઠવી હતી. બપોરે ૧ર વાગ્‍યે શ્રી વિશ્વકર્મા દાદાની આરતીનો લાભ પોપટભાઇ જાદવજીભાઇ ગોહિલ (ખીજડીયાવાળા) ના પરિવારજનોએ લીધો હતો. મહિલા મંડળે ધુન-ભજનથી વાતાવરણને ધર્મ ભકિત ભર્યું બનાવી દીધું હતું. લુહાર જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ યોજાયો હતો તેમ લુહાર જ્ઞાતિના પ્રમુખ અંબાલાલભાઇ મારૂ અને ટ્રસ્‍ટીઓએ જણાવેલ હતું. (તસ્‍વીરઃ અહેવાલ, નિલેશ ચંદારાણા, વાંકાનેર)

(10:19 am IST)