Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

પિત્રાઇના પ્રણયનો કરૃણ અંતઃ લાલપુરના માધુપુર ગામે પ્રેમિકાનો આપઘાત

બંને ભાગી ગયેલ અને પરિવારજનો શોધતા હોય ઝેર પી લીધુંઃ જામનગરમાં ટ્રેન હડફેટે યુવાન સહિત મોતના ૩ બનાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧ઃ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં માધુપુર ગામે પિત્રાઇના પ્રણયનો કરૃણ અંત આવ્યો છે. પિતરાઇ ભાઇ-બહેન ભાગી ગયા બાદ બંનેએ ઝેર પી લીધુ હતુ અને તેમાં યુવતિનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

દરેડ ગામે સોમનાથ ગિકુલધામ સોસાયટીમાં રહેતા વીરમભાઈ જીવાભાઈ જેપાર, ઉ.વ.૪૪ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧–૧ર–ર૦ર૧ના માધુપુર ગામે આ કામે મરણજનાર વસંતબેન ઉર્ફે જાગુ વીરમભાઈ જીવાભાઈ જેપાર, ઉ.વ.૧૯,  રે. સોમનાથ ગિકુલધામ સોસાયટી, દરેડ ગામવાળાને તેના પિતરાઈ ભાઈ બીજલ વાલાભાઈ જેપાર, ઉ.વ.ર૮, રે. માધુપુર ગામવાળા સાથે પ્રેમ સબંંધ હોય જેથી તેમની સાથે ભાગી ગયેલ હોય અને તેઓ બંન્ને ના ઘરના સભ્યો તેમને શોધતા હોય અને મરણજનાર વસંતબેન તથા ભોગબનનાર બીજલ વાલાભાઈ બંન્ને પિતરાઈ ભાઈ–બહેન થતા હોય જેથી બંન્ને જણા લગ્ન કરી શકે તેમ ન હોય જેથી તેઓ બંન્ને જણાએ લાલપુર તાલુકાના માધુપુરગામે પોતાના હાથે ઝેરી દવા પી જતા વસંત ઉર્ફે જાગુ મરણ ગયેલ છે. તથા બીજલ વાલાભાઈ જેપાર રે. માધુપુર વાળાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ છે.

ટ્રેનની હડફેટે યુવાનનું મોત

અહીં દિગ્જામ સર્કલ હનુમાન ટેકરી દશામાના મંદિરની સામે, જામનગરમાં રહેતા મનસુખભાઈ પમાભાઈ વાઘેલા, ઉ.વ.૩પ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧–૧ર–ર૦ર૧ના આ કામે મરણજનાર વિજયભાઈ નાગજીભાઈ વાઘેલા, ઉ.વ.૩૦, રે. દેવનગર વામ્બે આવાસની પાછળ, જામનગરવાળા દશામાના મંદિર પાસે ખુલ્લી ફાટક, જામનગરમાં મીઠાપુર સી.પી.સી. (માલગાડી) ક.૦૪/૪૪ વાગ્યે ટ્રેનની ઠોકરે અકસ્માતે મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું મોત

અહીં જામનગર સેન્ટ્રલબેંક જંડુભટ્ટની શેરીમાં રહેતા રસીકભાઈ કરશનભાઈ ખુદાઈવાલા, ઉ.વ.પપ એ સીટી ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧–૧ર–ર૦ર૧ના આ કામે મરણજનાર સુધાકરભાઈ અનંતરાય દવે, ઉ.વ.પ૯, રે. સેન્ટ્રલબેંક, લુહારસાર જંડુભટ્ટની શેરી, જામનગરવાળાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

શ્વાસની બિમારી વૃઘ્ધનું મોત

અહીં હાપા શિવશકિત સોસાયટી, જામનગરમાં રહેતા જીતેશ અશોકભાઈ મકવાણા, ઉ.વ.૩૧ એ પંચ ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧–૧ર–ર૦ર૧ના આ કામે મરણજનાર અશોકભાઈ ચનાભાઈ મકવાણા રે. હાપા શિવશકિત સોસાયટી, જામનગર વાળા ને બીડી પીવાની આદત હોય જેથી શ્વાસની તકલીફ થતા પ્રથમ રાજપાર્ક ડો. જાડેજા સાહેબ પાસે પ્રાથમીક સારવાર કરાવી વધુ સારવાર અર્થે જામનગરની  જી.જી.હોસ્પિટલમાં દાખલ થતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

દરેડમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. રઘુવીરસિંહ ભુપતસિંહ જાડેજા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૩૧–૧ર–ર૦ર૧ના દરેડ જી.આઈ.ડી.સી. નળી વિસ્તારમાં આઘ્યાશકિત હોટલના સામે આવેલ ખુલ્લા પ્લોટમાં આ કામના આરોપીઓ ચાંદુબાબુ લીયાકતઅલી અલ્વી, ફજીલખાન સલમાનખાન ખાન, સાજીદખાન શાહબીરખાન ખાન, સૌરભભાઈ રાજુભાઈ કશ્યપ, ઈરસાદ શામશાદ બંજારા, રે. દરેડ ગામવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી અંગ ઝડતી માંથી તથા પટના રૃપિયા રૃ.૧૦,ર૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

કાલાવડમાં વર્લીમટકાના

આંકડા લખતો ઝડપાયો

જામનગર ઃ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ભુપતભાઈ બાલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–૧ર–ર૦ર૧ના શીતળા માતાજીના મંદિર પાસે, કાલાવડમાં આ કામના આરોપી આશીષભાઈ પરષોતમભાઈ ઝીંઝુવાડીયા, રે. કાલાવડ વાળા જાહેરમાં વર્લીમટકાના આંકડા  લખી પૈસાની હારજીતનો જુગાર રમવાના વરલી મટકાના આંકડા તથા રોકડા રૃ.૩૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રામેશ્વરનગરમાં દારૃની

બોટલ સાથે ઝડપાયો ઃ બે ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧–ર૦ર૧ના રામેશ્વરનગર, નંદનપાર્ક–૧ ના છેડે, જામનગરમાં આરોપી દિવ્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા, રે. જામનગરવાળો પોતાના કબ્જા ભોગવટાનો વિદેશી દારૃની બોટલો નંગ–૬ કિંમત રૃ.૩,૦૦૦/– નો મુદામાલ વેંચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૃ પૂરો પાડનાર યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કિષ્નાપાર્ક–રમાં દારૃની બોટલ સાથે ઝડપાયો ઃ બે ફરાર

જામનગર ઃ અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧–ર૦ર૧ના રામેશ્વરનગર, ક્રિષ્નાપાર્ક–ર વેદમાતા સ્કુલની બાજુમાં, જામનગરમાં આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુ લાલુભા ચુડાસમા, રે. જામનગરવાળો પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૃની બોટલો નંગ–૧ર કિંમત રૃ.૬,૦૦૦/– તથા મોબાઈલ નંગ–૧, કિંમત રૃ.ર૦૦૦/– મળી કુલ રૃ.૮૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૃ પૂરો પાડનાર યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવાગામ ઘેડ પાછળ દારૃની  બોટલ સાથે ઝડપાયો ઃ બે ફરાર

જામનગર ઃ અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ નટુભા  જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧–ર૦ર૧ના નવાગામ ઘેડ પાછળ, મધુરમ સોસાયટી, મેઈન રોડ, જામનગરમાં આરોપી ધર્મેન્દ્રસિંહ અનિરૃઘ્ધસિંહ જાડેજા, રે. જામનગરવાળો ગેરકાયદેસર  પાસ પરમીટ વગર  પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો વિદેશી દારૃની બોટલો નંગ–૩ કિંમત રૃ.૧પ૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૃ પૂરો પાડનાર યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રહેણાક મકાનમાંથી

દારૃના જથ્થા સાથે ઝડપાયો ઃ બે ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવભદ્રસિંહ મહોબતસિંહ  જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧–ર૦ર૧ના રામેશ્વરનગર શકિતપાર્ક–ર, ભભઆશાપુરાકૃપાભભ જામનગરમાં આરોપી નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા, રે. જામનગરવાળો ગેરકાયદેસર  પાસ પરમીટ વગર  પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૃની બોટલો નંગ–૬૦, કિંમત રૃ.૩૦,૦૦૦/–  તથા મોબાઈલ નંગ–૧, કિંમત રૃ.ર૦૦૦/– મળી કુલ રૃ.૩ર,૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૃ પૂરો પાડનાર યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, રૃષિરાજસિંહ અનિરૃઘ્ધસિંહ જાડેજા, રે. જામનગરવાળા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:32 pm IST)