Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

તળાજાની મહિલાઓ આર્થિક પગભર થાય તે માટે ટેકનોલોજી

અને પાણી સંગ્રહના અભ્યાસ માટે પ્રવાસે લઈ જવાઇ

  ભાવનગર,તા.૧ : તળાજા તાલુકામાં સી.એસ.પી.સી. ટાટા ટ્રસ્ટ દ્રારા નાબાર્ડ ના આર્થિક સહયોગ થી પાંચ ગામમાં વોટરશેડ યોજના કાર્યરત છે. જેમાં જાળવદર,નવી-જૂની છાપરી, મોટાઘાના અને હાજીપર ગામોનો સમાવેશ થાય છે. જે પ્રોજેકટ અંતર્ગત બહેનો ને આજીવિકા નવીનતમ પ્રયોગો, ખેતીમાં નવીન ટેકનોલોજી અને પાણીનો સંગ્રહ તેમજ તેમના યોગ્ય ઉપયોગ બાબતે અને મહિલા એમ પાવરમેંટ બાબતે પરીવર્તન આવે તેવા હેતુ સાથે તળાજા થી કચ્છનો ૩ દિવસનો પ્રવાસ કાર્યક્રમ યોજમાં આવિયો હતો. આ  પ્રવાસમાં પાંચ ગામોના બહેનો એ ઉતશાહ પૂર્વક ભાગ લીધો હતો.

 આ કાર્યક્રમ માં વી.આર.ટી.આઈ માંડવી, કે.એમ.વી.એસ. ભુજ તેમજ સૃજન ભૂજેડીના સસ્થામાં મહિલા વિકાસની વિવિધ  પ્રવૃતીનીમાહિતી મેળવી હતી. જેમાં ખાસ કરીને બહેનો ઘરે રહીને ક્યાં કર્યો દ્રારા આર્થિક ઉપાર્જન કરી શકાય. તેમજ ખેતીની નવીન પધ્ધતિ થી કયા કાર્યોને આસાન કરી શકાય. અને પાણી ને ખેતી, ઘર માં યોગ્ય ઉપયોગ દ્રારા બચત કરી શકાય તેની માહિતી મેળવી હતી.

 બહનો પોતાના સેલ્ફ હેલ્પ ગ્રૂપની રચના તેમના માળખું અને તેમના કાર્યો અને તેમના ફાયદાઓ વિષે જાણકારી મેળવી હતી. આ સાથે મહિલાના અધિકારો અને તેમના યોગ્ય ઉપયોગ માટેના સરકારી નિયમો બાબતો ની વિગતે જાણકારી મેળવી હતી.

સરકાર દ્વારા જેમાં ખાસ નાબાર્ડ અને વિવિધ સરકારી સ્કીમ ની માહિતી આપવામાં આવી હતી. પશુપાલન, ખેતી અને જમીન વિહોણા લોકોને અનેકવિધ ધંધા માટે લોન તેમજ ગ્રાન્ટ બાબતે અવેર કરવામાં આવિયા હતા. આ સાથે અનેકવિધ એજન્સી દ્વારા આપવામાં આવતી સ્કિલ બેઈજ તાલીમો અને તેમના ફાયદા અને આર્થિક ઉપાર્જન બાબતે માહિતગાર કરવામાં આવિયા હતા.

 આ કાર્યકર્મમાં કુલ પાંચ ગામોના કુલ ૩૩ બહેનો  એ ભાગ લીધો હતો. અનેક વિધ માહિતી થી બહેનો એ સંતોષ વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમ ને સફળ બનાવમાં માટે સી.એસ.પી.સી. ની ટિમ અને સિનિયર ઓફિસર ડી.એન. ઝાલા સહયોગ આપેલ.

(11:52 am IST)