Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ઉંનાઃ ગીરગઢડા, કોડીનાર પંથકમાં વિજ ચેકીંગઃ બે દિ’માં ૨૭ લાખના બિલ અપાયા

કોડીનાર તા. ૧: કોડીનાર શહેર અને તાલુકાના ૧૫ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ની ૨૫ જેટલી ટીમોએ ચેકિંગ હાથ ધરીને કુલ ૪૯૪ જેટલા સ્થળોમાંથી ૯૩ સ્થળોએથી ગેરરીતિ પકડાતા ૧૫.૩૨  લાખની વીજચોરી ઝડપી બિલ ફ્ટકારતાં ફ્ફ્ડાટ ફ્ેલાયો હતો  રાજકોટ કોર્પોરેટ ઓફ્સિના વડા ની  સૂચનાથી  અમરેલી પીજીવીસીએલ સર્કલની ૨૫ જેટલી ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં ૧૬ ટીમોએ તાલુકાના કરેડા, છાછર, ગોવિંદપુર ભંડારિયા, શેઢાયા, જગતિયા, નગડલા, સુગાળા, અરીઠીયા, કાજ, નાનાવાડા કોટડા, માઢવાડ ,વેલણ વિગેરે ગામોમાં ૩૬૦ સ્થળે વીજચેકિંગ હાથ ધરી ૬૪ સ્થળેથી ગેરરીતિ પકડી હતી, જયારે કોડીનાર શહેરમાં નવ જેટલી ચેકિંગ ટીમોએ કુલ ૧૩૪ જેટલા સ્થળોએ એ ચેકિંગ હાથ ધરતા ૨૯ જગ્યાએથી ચોરી ઝડપી હતી.
ગઈકાલે ૨૪ જેટલી ચેકીગ ટીમોએ ઉંના શહેર તથા ૧૧ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગીર ગઢડા શહેર અને ૧૧ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૧૯ સ્થળે વીજ ચેકિંગ હાથ ધરતા ૮૦  સ્થળેથી પાવરચોરી ઝડપી હતી. આ તમામને કુલ ૧૨ લાખ રૂપિયાના બીલ ફ્ટકાર્યા હતા. આમ છેલ્લા બે દિવસ દરમિયાન ઉંના, ગીરગઢડા તથા કોડીનારના શહેર અને ગ્રામ્ય વિસ્તારો માંથી મળીને કુલ ૨૭ લાખ ઉંપરાંતની વીજચોરી પકડી પાડવામાં આ ટીમોને સફ્ળતા મળી હતી.

 

(11:41 am IST)