Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

કચ્‍છમાં વધુ ૧૨ કેસ સાથે ડિસેમ્‍બરમાં ૧૧૭ દર્દીઓ થતા કોરોનાના કેસમાં ઉછાળો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧:  લાંબા સમય બાદ ફરી એક વખત કોરોનાએ કચ્‍છમાં અડીંગો જમમાવવાની શરૂઆત કરી છે. વધુ ૧૨ કેસ સાથે ત્રણ દિવસમાં જ ૪૧ દર્દીઓ નોંધાયા છે.
એ સાથે જ આ ડિસેમ્‍બર મહિનામાં દર્દીઓનો આંકડો સો ને પાર થઈ ૧૧૭ થયો છે. અત્‍યારે કચ્‍છના શહેરી વિસ્‍તાર ભુજ, માંડવી અને ગાંધીધામમાં દર્દીઓ વધ્‍યા છે.
જોકે, ભુજની નજીક પટેલ ચોવીસીના ગામોમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.

 

(3:35 pm IST)