Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જૂનાગઢમા દેશી-વિદેશી દારૂના ૬૯ કેસઃ ૩૯ ઝડપાયાઃ ૩૧ ડિસેમ્બરના પોલીસ કાર્યવાહી

જૂનાગઢઃ ગઈકાલે ૩૧ ડીસેમ્બરના રોજ પોલીસ દ્વારા રાત્રીના ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ : જુનાગઢ રેન્જના ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસ વડાશ્રી રવિ તેજા  વાસમશેટ્ટી દ્વારા ૩૧ ડીસેમ્બરને લઇને ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું છે અને તમામ થાણા અમલદારોને કડક કાર્યવાહી કરવા આપેલ સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેરમાં તેમજ તાલુકાના જુદા જુદા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં ગતરાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી દારૂ પી અને વાહન ચલાવતા ઇસમોને પકડવા કાર્યવાહી ધરેલ. ઉપરોકત તસ્વીરમાં બ્રેથ એનેલાઇઝરથી વાહન ચેકીંગ દરમ્યાન કાર્યવાહી કરતા પી.એસ.આઇ. એ.કે. પરમાર સહિતનાએ ફરજ બજાવી હતી.

૩૧ મી ડિસેમ્બર અનુસ ંધાને સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ અને બુટલેગરોને ચેક કરવાની કાર્યવાહી દરમિયાન ગત રાત્રી દરમિયાન કુલ ૦૭ આરોપીઓને કેફી પીણુ પીને વાહન ચલાવતા પકડી પાડવામાં આવેલ, ૦૫ ઈસમો વિરુદ્ઘ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલ, દેશી-વિદેશી દારૂના કુલ ૬૯ કેસો કરવામાં આવેલ હતા જેમાં ૩૯ વ્યકિતઓને પીધેલા પકડી પાડવામાં આવેલ હતા. દેશી દારૂ લઈ. ૧૧૩ કિંમત રૂ. ૨૨૬૦/- આથો લી. ૨૦૦ કિ ંમત રૂ. ૪૦૦ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ન ંગ૧૩૪, બિયર ટીન ૦૪ કુલ કિ ંમત રૂ. ૫૩,૫૫૦/- નો મુદ્દામાલ પકડી પાડી, કુલ ૬૯ આરોપીઓ વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત ૨૯ જેટલા બુટલેગરોને ચેક પણ કરવામાં આવેલ.

પોલીસ દ્વારા ૩૧ મી ડિસેમ્બર અનુસંધાને કરવામાં આવેલ સઘન કાર્યવાહી દરમિયાન અસ ંખ્ય ઈસમો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવતા તહેવારમા કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી.

(1:14 pm IST)