Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

પોરબંદરઃ પ્રોહીબીશન ગુન્હાના આરોપીની 'પાસા' તળે ધરપકડ

પોરબંદર, તા.૧: રાણાવાવ બરડા ડુંગર કુલજર નેસમાં રહેતા અને પ્રોહીબીશન ગુન્હાના આરોપી કરશન જેસા મોરીની પોલીસે 'પાસા' તળે ધરપકડ કરીને વડોદરા જેલ હવાલે છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની  નાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્ત્િ।ઓ નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને ર્ંપોરબંદર નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ  તથા એલસીબીપીઆઇ એમ.એન.દર્વેં નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી,૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હના કામના આરોપી કરશન જેસાભાઇ મોરી ઉ.વ.૨૯ રહે. ફુલજરનેસ, બરડા ડુંગર, તા.રાણાવાવવાળા વિરૂધ્ધમા એલસીબી પીએસઆઇર્ં એન.એમ.ગઢર્વીં નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા ર્ંજિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એન.મોદી દ્રારા આ સામાવાળાને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીએસઆઇ  એન.એમ.ગઢવી એ પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઇ એમ.એન.દવે પીએસઆઇ  એન.એમ.ગઢવી તથા એએસઆઇ રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ નાઓ રોકાયેલ હતા.

(11:35 am IST)