Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

પોરબંદર:ઓડદર ગામના ખુન કેસમાં ચાર મહિલાની જામીન અરજી નામંજૂર

ઓડદરમાં મારામારીમાં થયેલા ખૂન કેસમાં ચાર મહિલાઓની જામીન અરજી પોરબંદર કોર્ટ દ્વારા નામંજુર કરાઈ છે. હત્યા અને હત્યાની કોશિષ જેવા ગંભીર ગુન્હામાં હથીયારો સાથે ભાગ ભજવ્યો હોવાથી સહાનુભૂતિ રાખી જામીન આપી શકાય નહીં તેવી સરકારી વકીલની દલીલ માન્ય રહી હતી.

  પોરબંદર જિલ્લાના ઓડદર ગામે થયેલ મારામારી અંગેના ફરિયાદી બાબર હાજા ઓડેદરાએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ આપેલ કે તેઓ તથા રામા હાજા, હાજા રાજા, જેસલ હાજા વગેરેના ઓડદર ગામે રામદેવપીરના મંદિર ખાતે મંડપ સબબ જાહેર જગ્યાની સાફસફાઈ કરતા હોય તે દરમિયાન સાંગણ વજશી ઓડેદરા, વેજા વજશી, રામદે વેજા, દેવશી સાંગણ, હમીર અરશી, મીણીબેન સાંગણ, લીલુબેન રામદે, ચેતનાબેન દેવશી, જેઠીબેન વેજાએ ભાલા, તલવાર, લાકડીઓ સાથે આવીને જણાવેલ કે મંડપ કરવાનો નથી, મંડપ કર્યો છે તો મારી નાખવા છે તેમ કહી જુના મનદુઃખથી તેઓની પાસેના હથીયારોથી હુમલો કરી આડેધડ માર મારેલ અને ગંભીર ઈજાઓ કરેલો હતો.

કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી તમામ મહિલા આરોપીઓની જામીન પર મુક્ત થવાની અરજી પોરબંદરના એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.આર. ભટ્ટની કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.

(8:33 pm IST)