Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ધારીમાં કાર ડ્રાઇવર વગર રિવર્સમાં ચાલુ થઇ જતા વૃધ્ધનું ચગદાઇ જતા મોત

અમરેલી તા. ૧ :.. ધારીમાં જુની કચેરી રોડ ખોજાયા શેરીમાં રહેતા હરિફોન ઉમરભાઇ સંઘારાના પિતા ઉભા હોય ત્યારે જાવેદ મુસા સૈયદ નામના શખ્સે પોતાની ગાડી ફોર વ્હીલ નં. જી.જે.-૧૪ બીઇ-૮ર૩૬ બેદરકારી ભરી રીતે ઢાળમાં પાર્ક કરેલ હોય જે અચાનક ડ્રાઇવર વગર ચાલવા મંડતા હરિફોનના પિતાને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યાની ફરીયાદ ધારી પોલીસમાં થવા પામી છે.

શેત્રુજી નદીમાં રોયલ્ટી વગર ત્રણ ટન રેતી ચોરી કરતા ઝડપાયો

અમરેલી નજીક ગોખરવાળા ગામ પાસે શેત્રુજી નદીના પટમાંથી ત્રણ ટન રેતી ટ્રેકટર, ટોલી મળી કુલ કિ. રૂ. ર૦,૧,પ૦૦ ના મુદામાલ સાથે હરેશ શંભુ બાંભરોલીયા, રે. અમરેલી કેરીયા રોડને પોલીસે ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.

બગસરામાં જૂગાર રમતા મુસ્લીમ ઝડપાયો

બગસરામાં જાહેરમાં વરલી મટકાનો જૂગાર રમતા રમાડતો રફીક ઉર્ફે અબા ઉમર મકરાણી નામના શખ્સને પોલીસે રેડ પાડી કિ. રૂ. પ૦૦૦ ના મુદામાલ રોકડ સાથે ઝડપી  લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

(3:43 pm IST)