Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જુનાગઢ જીલ્લામાં નવા વર્ષને વધાવવા દારૂની મોજ માણતા ૫૭ની ધરપકડ

 જુનાગઢ તા.૧: જૂનાગઢ જિલ્લામાં પોલીસે રાત્રે નશાખોરો સામે ઝુંબેશ હાથ ધરીને ૫૭ શખ્સોને કેફી પીણુ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા.

આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીની સુચના અને એસ.પી.સૌરભસિંહના માર્ગદર્શનમાં જૂનાગઢ-જિલ્લા પોલીસે ગત રાત્રે પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સઘન પેટ્રોલીંગ, વાહન ચેકીંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

જેના ભાગરૂપે બીલખામાં પોલીસે વિસાવદર રોડ ચેકીંગ દરમ્યાન બીલખાના રઘુવીરસિંહ હરસુખભાઇ વાળા, હિંમાશુ મનસુખલાલ ત્રિવેદી-જુનાગઢ, હિરેન દિલીપભાઇ કાપડી ગોંડલ અને ગૌરાંગ બટુક ગોડલીયા-નવા થોરાળાને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા.

મેંદરડાના પી.એસ.આઇ. વી.કે.ઉમીયા અને સ્ટાફે થર્ટી ફર્સ્ટની રાત્રે વાહન ચેકીંગ હાથ ધરી છે હનીફ સફર-રાજકોટ, અશોક ગોવિંદ ચાવડા-રાજકોટ, દેવેન્દ્ર ખીમજી ચાવડા-થોરાળા, યાસીન ઇસ્માઇલ-જામનગર, મહેબુબ ઇકબાલ શમા- નવાગામ, મીતેષ વલ્લભ બગડા, શૈલેષ જોષી-જુનાગઢ સહિત ૧૧ જગ્યાને નશો કરેલી હાલતમાં પકડી પાડયા હતા.

માળિયા હાટીનાના પી.એસ.આઇ. કે.કે.ઓદેશ સહિત પોલીસ સ્ટાફે પુનિત જેઠારા ગોંડલીયા-કેશોદ, કેતન ઇશ્વર ગૌસવામી, વિજય ઘેલા સોંદરવા, પ્રવીણ રામજી મકવાણા, વનરાજ દેવશી મકવાણા, અતુલ લાલજી સોંદરવા, ભરત મેઘજી મકવાણા-પડાણા, અને હરેશ કરશન ધમલ-કેશોદ સહિત ૭ જણાની નશામાં ધરપકડ કરી હતી.

આ ઉપરાંત જુનાગઢના એડીવીઝન વિસ્તારમાં રાત્રે ૯ નશાખોરોની ધરપકડ કરી હતી.

ભવનાથમાં પોલીસે કિસ્મત કરશન સોંદરવા-શાપુર, સંજય કાના૦નરેડી અને શાપુરના રાહુલ પરસોતમની પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી.

તેમજ જૂનાગઢ બીડીવીઝન વિસ્તારમાંથી ૧ સીડીઝન વિસ્તારમાંથી બે જણા, વંથલીમાંથી પણ બે જણા, ભેસાણમાંથી પણ બે ઇસમો, માંગરોળ ખાતેથી ૪ જણા, મળી કુલ ૫૭ નશાખોરોની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:41 pm IST)