Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

મોરબી વિકાસ વિદ્યાલયમાંથી બે સગીરા અને એક યુવતી લાપતા

સંસ્થાના સંચાલકોએ પોલીસને જાણ કરતા લાપતા ત્રણેયની શોધખોળ હાથ ધરાઇ

મોરબી, તા. ૧:  મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલયમાં નિરાધાર દીકરીઓની સાર સંભાળ રાખવામાં આવે છે જે વિકાસ વિધાલયમાં ૧૦૦ થી વધુ દીકરીઓ વસવાટ કરે છે જેમાં ગત રાત્રીના સમયે વિકાસ વિદ્યાલયમાં રહેતી ત્રણ દીકરીઓ લાપતા બનતા સંસ્થા સંચાલકે પોલીસને જાણ કરી છે.

મોરબીના વિકાસ વિધાલયમાં રહેતી ત્રણ દીકરીઓ ગત રાત્રીના સમયે લાપતા બની હતી રાત્રીના સમયે સુતી વેળાએ પ્રાર્થના કરવામાં આવતી હોય છે જેમાં એક જ રૂમમાં રહેતી ત્રણ દીકરીઓ હાજર ના રહેતા સંસ્થાના સંચાલકે શોધખોળ ચલાવી હતી જોકે બે સગીર સહિતની ત્રણ દીકરીઓનો પત્ત્।ો લાગ્યો ના હતો સંસ્થામાં આવેલ બાથરૂમના રસ્તે તે નીકળી ગઈ હોય તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે તો દીકરીઓ કેમ ચાલી ગઈ તે સ્પષ્ટ બન્યું નથી પરંતુ અગાઉ દ્યરે જવાનું અનેક વખત કહી ચુકી હોવાનું પણ સંસ્થામાંથી જાણવા મળ્યું છે બનાવ અંગે સંસ્થાના સંચાલકે બી ડીવીઝન પોલીસને જાણ કરી છે અને વિકાસ વિધાલયની દીકરીઓ લાપતા બનતા તેને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે

(3:41 pm IST)