Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

૮મી સુધી સુરેન્દ્રનગર-ચમારજ વચ્ચે ડબલીંગ કાર્ય માટે બ્લોકના લીધે અમુક ટ્રેનોને અસર કરશે

અમદાવાદ - સોમનાથ - અમદાવાદ ઈન્ટરસીટી એકસપ્રેસ રદ્દ કરાશે

રાજકોટ, તા. ૧ : રાજકોટ ડીવીઝન ખાતે સુરેન્દ્રનગર તથા ચમારજ સ્ટેશન વચ્ચે ડબલીંગ કાર્ય હેતુથી ૧ થી ૮ જાન્યુઆરી સુધી એન્જીનિયરીંગ વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવશે. રદ્દ કરાયેલ ટ્રેનની અસર થશે જે આ મુજબ છે.

તા.૨, ૪, ૫, ૬ જાન્યુઆરીની ટ્રેન નંબર ૧૯૧૧૯ / ૧૯૧૨૦ અમદાવાદ - સોમનાથ - અમદાવાદ ઈન્ટરસીટી એકસપ્રેસ રદ્દ કરાશે. તા.૨, ૪, ૫, ૬, ૭ જાન્યુ.ની ટ્રેન નંબર ૫૪૫૦૩ / ૫૪૫૦૪ ઓખા - વિરમગામ - ઓખા પેસેન્જર રદ્દ કરાશે.

રિશિડ્યુલ કરાયેલ ટ્રેનો

(૧) તા.૨ની ૧૨૯૦૫ પોરબંદર - હાવડા સુપરફાસ્ટ તથા ૨૨૯૦૫ ઓખા - હાવડા લિંક એકસપ્રેસ પોરબંદર તથા ઓખાથી ૧ કલાક મોડી ઉપડશે. (૨) તા.૩ની ૫૯૫૦૪ ઓખા - વિરમગામ પેસેન્જર ઓખાથી બે કલાક મોડી ઉપડશે. (૩) તા.૪ની ૧૨૯૪૯ પોરબંદર - સંતરાગાચ્છી કવિગુરૂ એકસપ્રેસ પોરબંદરથી ૦૪.૩૦ કલાક, ૧૯૫૬૫ ઓખા - દહેરાદૂન ઓખાથી ૪ કલાક, ૫૯૫૪૭ અમદાવાદ - રાજકોટ પેસેન્જર અમદાવાદથી ૨ કલાક, ૧૧૪૬૩ સોમનાથ - જબલપુર સોમનાથથી ૩:૪૫ કલાક, ૧૯૨૧૮ જામનગર - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ, જામનગરથી ૨:૩૦ કલાક, ૧૫૬૩૫ ઓખા - ગૌહાટી ઓખાથી ૦૨ કલાક તથા ૨૨૯૪૬ ઓખા - મુંબઈ સૌરાષ્ટ્ર મેલ ઓખાથી ૦૧ કલાક મોડી ઉપડશે.

(૪) તા.૫ના ૧૧૦૮૭ વેરાવળ - પુણે વેરાવળથી ૨:૪૫ કલાક, ૧૯૫૭૫ ઓખા - નાથદ્વારા ઓખાથી ૦૨ કલાક, ૧૧૪૬૫ સોમનાથ - જબલપુર, સોમનાથથી ૦૧ કલાક તથા ૫૯૫૪૭ અમદાવાદ - રાજકોટ પેસેન્જર અમદાવાદથી ૦૨ કલાક મોડી ઉપડશે.

(૫) તા.૬ની ૧૨૯૦૫ પોરબંદર - હાવડા સુપરફાસ્ટ પોરબંદરથી ૩ કલાક, ૨૨૦૯૦૫ ઓખા - હાવડા લીંક એકસપ્રેસ ઓખાથી ૦૩ કલાક, ૨૩૯૩૭ રાજકોટ - રીવા એકસપ્રેસ રાજકોટથી ૨:૪૫ કલાક તથા ૧૯૨૧૮ જામનગર - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ જામનગરથી ૧:૩૦ કલાક મોડી ઉપડશે. (૬) ૭ જાન્યુઆરીની ૧૯૨૧૮ જામનગર - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ જામનગરથી ૧ કલાક મોડી ઉપડશે.

માર્ગમાં મોડી ઉપડનાર ટ્રેનો

(૧) તા.૨ના ૧૮૪૦૨ ઓખા - પુરી એકસપ્રેસ ૪૦ મિનિટ, ૧૧૪૬૩ સોમનાથ - જબલપુર ૩૦ મિનિટ તથા ૫૯૫૪૭ અમદાવાદ - રાજકોટ ૩૦ મીનીટ મોડી ઉપડશે. (૨) તા.૩ની ૧૨૨૬૭ દુરંતો એકસપ્રેસ, ૫૯૫૪૮ રાજકોટ - અમદાવાદ, ૧૬૩૩૩ વેરાવળ - ત્રિવેન્દ્રમ, ૧૧૪૬૪ જબલપુર - સોમનાથ, ૨૨૯૫૨ ગાંધીધામ - બાંદ્રા, ૧૯૧૧૯ અમદાવાદ - સોમનાથ, ૧૯૧૨૦ સોમનાથ - અમદાવાદ, ૧૯૫૭૯ રાજકોટ - દિલ્હી સરાય રોહિલ્લા, ૧૧૪૬૩ સોમનાથ - જબલપુર, ૧૯૨૦૧ સિકન્દરાબાદ - પોરબંદર તથા ૧૯૨૧૮ સૌરાષ્ટ્ર જનતા માર્ગમાં અડધો કલાક મોડી રહેશે. ૧૨૯૦૬ હાવડા - પોરબંદર ૫૫ મિનિટ, ૧૨૯૦૫ પોરબંદર - હાવડા ૪૦ મિનિટ, ૧૯૩૧૯ વેરાવળ - ઈન્દોર ૪૦ મિનિટ, ૫૯૫૦૩, વિરમગામ - ઓખા ૧:૩૦ કલાક તથા ૫૯૫૪૭ અમદાવાદ - રાજકોટ પેસેન્જર ૧:૩૦ કલાક મોડી રહેશે.

(૩) તા.૪ની ૨૨૯૫૯ સુરત - જામનગર ઈન્ટરસીટી ૧ કલાક, ૫ જાન્યુઆરીની ૧૬૬૧૪ કોયમ્બતુર - રાજકોટ ૧ કલાક, ૬ જાન્યુઆરીની ૧૭૦૧૮ સિકન્દરાબાદ - રાજકોટ ૧:૩૦ તથા ૨૨૯૯૨ વેરાવળ - બાંદ્રા સુપરફાસ્ટ ૪૫ મિનિટ મોડી રહેશે. (૪) તા.૭ની ૧૯૧૧૯ અમદાવાદ - સોમનાથ, ૧૧૪૬૩ સોમનાથ - જબલપુર, ૧૨૪૭૮ વૈષ્ણોદેવી - જામનગર ૪૦ મિનિટ, ૫૯૫૪૭ અમદાવાદ - રાજકોટ તથા ૧૯૧૨૦ સોમનાથ - અમદાવાદ ૧ કલાક તથા ૧૯૫૭૫ નાથદ્વારા - ઓખા ૧:૩૦ કલાક મોડી રહેશે તેમ પ્રદીપ શર્મા (જનસંપર્ક અધિકારી, પશ્ચિમ રેલ્વે, અમદાવાદ - ૦૭૯-૨૨૨૦૪૫૯૧)ની યાદીમાં જણાવાયું છે.(૩૭.૬)

(3:27 pm IST)