Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

અમરેલી પટેલ સંકુલ દ્વારા રાષ્ટ્રીય સેમિનાર સંપન્ન

અમરેલી તા.૧: અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ -અમરેલી સંચાલિત કે.પી. ધોળકિયા ઇન્ફોટેક કોલેજ તથા સૌ. યુનિ. રાજકોટ આઇ.કયુ. એ.સી.નાં સંયુકત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત સોૈનું સ્વાગત પ્રિ. રજનીકાંત પંડયા તથા ઉદ્દઘાટન ડો. ગિરીશ ભીમાણી તથા ડો. કુંડારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્થાના નિયામક મનસુખભાઇ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત રાષ્ટ્રીય સેમિનારના અધ્યક્ષ સ્થાને કેળવણીકાર તથા સ્થાપક પ્રમુખ વસંતભાઇ ગજેરા મુખ્યમહેમાન પદે સિન્ડીકેટ સભ્ય ડો. ગિરીશભાઇ ભીમાણી, અગ્રણી ઉદ્યોગપતિ તથા ટ્રસ્ટીશ્રી ગિરધરભાઇ ગજેરા, ડો. ભાણજીભાઇ કુંડારિયા, એડિશ્નલ કલેકટર જયેશ પટેલ, શાંતિભાઇ ફળદુ ડો. કુંભારાણા, ડો. ભટ્ટ, ડો. વણજારા, વિ. ઉપસ્થિત રહયા હતા. તથા પ્રાસંગિક પ્રવચન કરી સૌને બિરદાવ્યા હતા.

સમગ્ર સેમિનારમાં પધારવા બદલ આભાર સંસ્થાના નિયામક મનસુખભાઇ ધાનાણીએ માન્યો હતો. આ પ્રસંગે પ્રમુખ મનુભાઇ કાકડીયા, ઉપપ્રમુખ પરસોતમભાઇ ધાની, સેક્રેટરી બાબુભાઇ સાકરીયા, હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઇ રામાણી પ્લાઝા ડાયરેકટર બ્રિજેશભાઇ પલસાણા સેમિનારની આયોજન ટીમના સભ્યશ્રી ઓએ શુભેચ્છા પાઠવી હતી

(2:49 pm IST)