Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ધોરાજીના ફરેણી ધામ ખાતે સ્વામિનારાયણ મહામંત્રના ૨૧૭માં પ્રાગટય મહોત્સવનો પ્રારંભ

ધોરાજી તા.૧: ફરેણી ધામ ખાતે પાંચ દિવસ સુધી શ્રીમદ્દ સત્સંગીજીવન કથા પારાયણનો વિશાળ સંખ્યામાં લાભ લેવા હરિભકતો આવ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી હરિનું જન્મ સ્થાન છપૈયા દીક્ષા સ્થાન પીપલાણા, ગાદી સ્થાન જેતપુર અને લીલાસ્થાન ગઢપુરનો અનેરો મહીમા છે. આવો જ અદકેરો મહીમાં મહામંત્ર સ્થાન ફરેણીધામનો છે. સર્વાવતારી શ્રી હરીજીના સ્વમુખે આ સ્થાનમાં ઉદ્દઘોષયેલો સ્વામિનારાયણ મહામંત્ર દિગંત વ્યાપી બન્યો એ અદ્વિતીય ઘટનાને ૨૧૭ વર્ષ પુરા થતાં ફરેણી ધામ ખાતે દિવ્ય પંચદિનાત્મક મહોત્સવમાં ગ્રંથરાજ શ્રી મદ્દ સત્સંગ જીવન પંચાહ કથા પરાયણનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં વકતા તરીકે પ.પૂ. સદ્દશાસ્ત્રીજી બાલકૃષ્ણદાસજી સ્વામી વ્યાસપીઠેથી સંગીતમય શૈલીમાં કથાનું અમૃતપાન કરાવે છે. વિશાળ સંખ્યામાં સંતો પધારેલ છે. ગઇકાલે વિશાળ જળયાત્રા નિકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભકતજનો જોડાયા હતા. આજે સવારે ૬ કલાકે મંગળા આરતી ૬.૩૦ કલાકે સવારે  અભિષેકના દર્શન બપોરે ૧૧ કલાકે મહામંત્ર-પ્રાગટોત્સવ અને બપોરે ૧૨ કલાકે દિવ્યાનકુટ દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. કાલે સવારે મંગળા આરતી થશે.

 

(2:22 pm IST)