Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

માળીયા મિંયાણાના ખીરઇ ગામ બે મિંયાણા પરિવારો વચ્ચે સશસ્ત્ર બઘડાટી : ૧૪ ને ઇજા

૬ ને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડાયા : વાહનમાં કાવો મારવા બાબતે પાઇપ-ધારીયા ઉડ્યા

બઘડાટીમાં ઘાયલ થયેલ ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર  હેઠળ નજરે પડે છે. (તસ્વીર : રજાક બુખારી, માળીયામિંયાણા)

માળીયા મિંયાણા, તા. ૧ :  માળીયા મિંયાણાના ખીરાઇ ગામે વાહનમાં મવો મારવા જેવી નજીવી બાબતેસ બે મિયાણા પરિવારો વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી જતા બંને પક્ષના કુલ ૧૪ ને ઇજા થઇ હતી જે પૈકી ૬ ને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

માળીયા મિંયાણા ના ખીરઈ ગામે રહેતાં હારૂન ઈશા ભર્ટી ના પરીવાર અને ઓસમાણ મોવરભાઈઙ્ગ લધાણીના પરીવાર વચ્ચે થોડાં સમયથી મનદુખ ચાલી રહયું હતું અને આ મનદુખમા સ્ત્રી કારણભૂત હોવાનું સુત્રો પાસેથી જાણવાં મળ્યું છે ત્યારે આજે સવારે બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થયાં બાદ સાંજના સમયે બન્ને મિંયાણા જુથો ધારીયા કુહાડી પાઈપ જેવાં ધાતક હથીયારો સાથે સામસામે આવી જતાં તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં હારૂન ઈશા ભર્ટી રમજાન હારૂન ભર્ટી નુરદીન હાસમ લધાણી શોકત હાસમ લધાણી સલેમાન અહેમદ લધાણી રમજાન હાસમ લધાણી ફારૂક ઈકબાલ લધાણી અલ્લારખા અયુબ લધાણી ને ઈજાઓ થતાં મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં જેમાં રમજાન હારૂન ભર્ટી નુરદીન હાસમ લધાણી સોકત હાસમ લધાણી સલેમાન અહેમદ લધાણી ચાર ઈજાગ્રસ્તોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં રાજકોટ રીફર કરવામાં આવ્યાં હતાં જયારે સામાપશ્રે ઓસમાણ મોવર લધાણી અવેશ ઓસમાણ લધાણી મોહસીન અબ્દુલ લધાણી ગુલામ મોવર લધાણી મહેબુબ ગુલામ લધાણી ફારૂક ઓસમાણ લધાણી ને ઈજાઓ થતાં મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં અવેશ લધાણી અને મોહસીન લધાણી ને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ રીફર કરવામાં આવ્યાં હતાં આ બનાવ બનતાં માળીયા પી.એસ.આઈ જે.ડી.ઝાલા સહિતનો પોલીસ કાફલો મોરબી હોસ્પિટલે પહોંચી અને બનાવ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બન્નેની સામસામી પોલીસ ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી

ઇજાગ્રસ્ત કાબુ સવારે ટ્રેકટર લઇને નીકળ્યો હતો તો રમજાન સાથે બોલાચાલી થઇ હતી. બાદમાં બંને પરિવારો વચ્ચે સશસ્ત્ર બઘડાટી બોલી ગઇ હતી. બંને પરિવારો મામા-ફુઇના સગા થતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(3:43 pm IST)