Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જોડીયા હુન્નર શાળામાં માતૃ વંદના

જોડીયા : સામાજીક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ગાંધી વિચારધારા ને વરેલી રાષ્ટ્રવાદી મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા ખાતે સંસ્થાના સ્થાપક ગાંધીજીના ચુસ્ત અનુયાયી, સ્વાતંત્ર સેનાની પૂજય રંભાબેન ગણાત્રા (ફૈબા) ની ૨૯ મી તેમજ ધીરૂભાઇ શેઠ ની દ્વિતીય પૂણ્યતીથી પ્રસંગે પ્રાર્થના સભાનું આયોજન થયેલ. સંસ્થા સંચાલીત શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલયની તેજસ્વી છાત્રાઓ ન ેસન્માનવા , તેમની તેજસ્વી કારકિર્દી અને યોગ્યતા ધ્યાનમાં લઇ અને તેમને સ્મૃતિ ચિન્હો અને પુરસ્કારથી નવાજેલ. સ્કાઉટ ગાઇડ ની રાજયપાલશ્રી ના  પુરસ્કારથી સન્માનીત બાળાઓને પણસ્મૃતિ ચિન્હો અને પુરસ્કાર અપાયેલ. ગોૈહાટી-આસામ ખાતે આંતરરાષ્ટ્રીય સ્કાઉટ ગાઇડના સેમીનારમાં શાળાની છ છાત્રાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતને શીલ્ડ અપાવેલ છે. તેમની કામગીરી  બિરદાવવામાં આવેલ, તેમજ તેમના શિક્ષીકા શ્રી મમતાબેન જોષી ની પણ  સરાહના કરી તેમની કામગીરી બિરદાવેલ.

અધ્યક્ષ સ્થાનેથી શ્રી ભરતભાઇ સુખપરીયા એ હાજર રહી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ નેઉતમ પરિણામ મેળવવા અભિનંદન પાઠવેલ તેમજ વર્ષ ૧૭-૧૮ નીબોર્ડની પરીક્ષામાં ધો.૧૦ માં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય તેમજ ધો. ૧૨ માં પ્રથમક્રમ પ્રાપ્ત કરનાર મુસ્લીમ કન્યાઓ ને બિરદાવી હતી. તેમજ દલીત અનેમુસ્લીમ સમુદાય ને સામાન્ય પ્રવાહમાં જોડાવા હાકલ કરી હતી. ટ્રસ્ટી શ્રી શેઠ પરિવારના તેમજ સુખપરીયા પરિવારના સદ્સ્યો,શાળાના આચાર્ય પ્રવીણાબેન ફીણવીયા, સમગ્ર શીક્ષકગણ, છાત્રાલયના સુપ્રીન્ટેન્ડન્ટ બીનાબેન રાવલ, એકાઉન્ટન્ટ શ્રી રાજીવભાઇ રાવલ, ઉપરાંત જોડીયાના અગ્રણ્ય નાગરીકો, ગ્રામજનો, મહેમાનો,છાત્રાઓ અને દરેક વિભાગ ના ભાઇઓ -બહેનો ઉપસ્થિત રહેલ.

પ્રાર્થના તેમજ ભજનોથી વાતાવરણ ને પવિત્ર એવમ પ્રેરણાત્મક બનાવેલ. કાર્યક્રમનું સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમીક વિભાગના શિક્ષક  રશ્મીકાંતભાઇ કટેશીયાએ આભારદર્શન કરેલ હતું. ઉજવણી કાર્યક્રમની તસ્વીર (૩.૧)

(12:10 pm IST)