Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

કાલાવડ બ્રહ્મસમાજ દ્વારા આવેદન પત્ર

કાલાવડ તા ૦૧ :  વારાહી ગામે પ્રથમ છેડતી બાદ યુવતીના પરિવાર પર થયેલ હુમલા બાબતે કાલાવડ બ્રહ્મ સમાજ અને વિશ્વ  હિન્દુ પરિષદ દ્વારા જવાબદાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી થવા અને બ્રાહ્મણ પરિવારને સુરક્ષા પુરી પાડવા અંગે મામલતદાર કાલાવડને આવેદન પત્ર પાઠવેલ હતું. બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઇ જાની, પરશોતમભાઇ જોષી, સંજયરાવલ,મીહીર શુકલ, ઉદયભાઇ પંડયા, તેમાજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઇ ફળદુ, મહંત જીલુબાપુ, રામદુત સેવા સમીતી ના પ્રમુખ જયંતીભાઇ કમાણી, અને હિન્દુ અગ્રણ્ય મહેશભાઇ સાવલીયા, પીયુષભાઇ હિરપરા, કાનાભાઇ ભરવાડ, હસુભાઇ વોરા, અભિષેકભાઇ પટવા, અજમલભાઇ ચારણ, તેમજ બ્રહ્મસમાજ ના ભાઇઓ મોટી સંખ્યામાં હાજર રહી સુત્રોચાર કરી મામલતદાર કાલાવડ મારફત આવેદન પાઠવ્યું હતું તે તસ્વીર (૩.૧)

(12:10 pm IST)