Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

મીઠાપુર માં ટાટા કેમિકલ્સ દ્વારા મેરેથોન ડેની શાનદાર ઉજવણી

 મીઠાપુર :  દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓૈદ્યોૈગિક શહેર મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમિકલ્સ દ્વારા હાફ મેરેથોન (૨૧.૦૯૭૫ કિલોમીટર) યોજવામાં આવી હતી. આ મેરેથોનનો હેતુ સોૈરાષ્ટ્ર વિસ્તારમાં શારીરીક ફિટનેશ અને રમતગમત ને પ્રોત્સાહન આપવાનો હતો. આ દોડ નું આયોજન ટાટા કેમિકલ્સના ભૂતપૂર્વ પ્લાન્ટ હેડ સ્વ. આર પ્રભાકરની યાદમાં થયું હતું આ મેરેથોનમાં જામનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, દ્વારકા તેમવમીઠાપેર ગામોના આશરે ૩૦૦ જેટલા પુરૂષો સામેલ થયા હતા. આ હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ ૭૫ રનર્સને ઇનામ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. ભૂતપૂર્વપ્લાન્ટ હેડ સ્વ. પ્રભાકર સાહેબની યાદમાં આ હાફ મેરેથોન દોડ ૧૯૯૫ થી કરવામાંઆવે છે. આ સ્વ. પ્રભાકર સાહેબ ટાટા કેમિકલ્સ સાથે ૨૫ વર્ષ જોડાયેલા હતા તથા તેઓ રમત ગમત ના શોખીન અને ફિટનેશ જાળવવાના આગ્રહી હતા. આ પ્રસંગે ટાટા કેમિકલ્સ ના અધિકારીઓ એન. કામથ, શ્રી ડી.બી. શુકલા જોડાયા હતા અને સ્વ. પ્રભાકર ને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી હતી. તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા, મીઠાપુર) (૩.૪)

(12:09 pm IST)