Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જસદણ-ખાનપર રોડ સવા કરોડના ખર્ચે નવનિર્મિત થશે

આટકોટ, તા. ૩૧ : જસદણની મધ્યમાં આવેલા ખાનપર રોડનું કામ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાના પ્રયાસોથી ટુંક સમયમાં શરૂ થશે.

જસદણથી ખાનપર રોડ ઉપર સતત ટ્રાફીક રહેતો હોય અને આ રોડ જર્જરીત હોય જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ મુન્નાભાઇ સોજીત્રા, દિપુભાઇ ગીડા, વર્તમાન પ્રમુખ જીજ્ઞેશ હિરપરા, પંકજ ચાંઉ, નીતિન ચોટલીયા, મનીષ કાછડીયા, વિનુભાઇ બુટાણી સહિતના અગ્રણીઓએ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને અને પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાને રજુઆત કરતા આ રોડ નવો બનાવવા સરકાર દ્વારા સવા કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ રોડ જસદણ બસ સ્ટેશન પાસે આવેલા મેલડી માતાના મંદિરથી બાયપાસ રોડ સુધી સી.સી. રોડ બનાવાશે. જયારે બાયપાસથી વૃંદાવન ગૌશાળા ખાનપર સુધી ડામર રોડ મંજૂર થઇ જતા લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

ટુંક સમયમાં જ આ રોડની કામગીરી શરૂ થઇ જશે તેવું મુન્નાભાઇ સોજીત્રાએ જણાવ્યું છે. (૮.પ)

(12:07 pm IST)