Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

રાપર ગેટકોના ફીડરમાં બ્લાસ્ટ : બે કામદારો દાઝયા

ભુજ તા. ૧ : રાપર તાલુકાના ચિત્રોડ ગામે આવેલ પીજીવીસીએલ ના પ્રાઇવેટ વીજ ફીડર માં બ્લાસ્ટના કારણે બે કામદારો દાઝી ગયાની ઘટના બની હતી.

આ ફીડરમાં ખાનગી કંપનીના કામદારો હિતેશ મનજી ચમરીયા અને રવજી ચામરીયા ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લાસ્ટ થતાં બન્ને દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક ભચાઉ અને ત્યારબાદ ગાંધીધામ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.  આ બ્લાસ્ટનું કારણ જાણવા પીજીવીસીએલ દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સામખીયાળી ગેટકોના એકિઝકયુટિવ ઈજનેર શ્રી અંતાણી એ જણાવ્યું છે. આડેસર પોલીસે અકસ્માત બ્લાસ્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(૨૧.૧૬)

(12:07 pm IST)