Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

દિવ પ્રવાસમાં ગયેલ વિદ્યાર્થીનું મોત થતાં ઉપલેટામાં અંતિમવિધીઃ સફાઇ કામદાર પરિવારમાં ઘેરોશોક

 ઉપલેટા : મુળ ઉપલેટાના વતની અને રાજકોટનાં કિશોરભાઇ રાઠોડનો પુત્ર પ્રિત-રાજકોટની શીશુવિહાર સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાંથી દિવ શાળાના પ્રવાસે ગયેલ હતો. જયાં બે દિવસ પહેલા દિવના દરિયામાં નહાવા પડતા ગુમ થયેલ હતો બે દિવસ થયા સતત શોધખોળ બાદ આજે પ્રિતનો મૃતદેહ મળતા તેમના દાદા અને પરિવાર ઉપલેટા રહેતો હોય આજે પ્રિતના મૃતદેહને ઉપલેટા ૨ વાગ્યે લાવવામાં આવેલ જયાં બપોર બાદ તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવેલ હતો. આ પરિવાર-સફાઇ કામદાર હોય નગરપાલિકાના સફાઇ કામદારો તથા અન્ય લોકો તેમની શ્મશાન યાત્રામાં જોડાતા સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાયેલ હતી. કિશોરભાઇના પિતા બાવનજીભાઇ ઉપલેટા બેન્કમાં નોકરી કરતા હતા. (તસ્વીર-અહેવાલઃ કૃષ્ણકાંત ચોટાઇ, ઉપલેટા)(૧.૯)

(12:06 pm IST)