Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

કેશોદના ગુંદાળામાં ચક્કર આવતાં હમીદા ચુલા પર પડી

આઠ માસ પહેલા જ શાદી થઇ છેઃ રાજકોટ ખસેડાઇ

જકોટ તા. ૧: કેશોદના ગુંદાળામાં રહેતી હમીદા મુજાહીદ પઠાણ (ઉ.૨૫) ઘરે દાઝી જતાં જુનાગઢ, કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. હમીદાની શાદી આઠ મહિના પહેલા જ થઇ છે. પતિ-પત્નિ મુળ યુપીના વતની છે. કેટલાક વર્ષથી કેશોદના ગુંદાળામાં રહે છે. પતિ કારખાનામાં કામ કરે છે. ચુલા પર ચા બનાવતી હતી ત્યારે ચક્કર આવતાં ચુલા પર પડી જતાં દાઝી ગયાનું જણાવાયું હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોઠી ગામે અબ્દુલભાઇ વિજકરંટથી દાઝયા

વાંકાનેરના કોઠી ગામે રહેતાં અબ્દુલભાઇ હાજીભાઇ શેરસીયા (ઉ.૪૫) વાડીએ હતાં ત્યારે ઇલેકટ્રીક શોર્ટ લાગતાં બંને હાથે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. (૧૪.૫)

(12:06 pm IST)