Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

કોડીનારના પણાદર પાસે બાઇક સ્લીપ થતા યુવકનુ મોત

કોડીનાર તા.૧: પણાદર ગામના રમેશભાઇ ભાણાભાઇ વંશ તેમની એકિટવા લઇને કોડીનાર શહેરમાં કામ અર્થે આવી પરત ઘરે પણાદર ગામે જતા સમયે પણાદર રોડ ઉપર સામત ભાણાભાઇની વાડી નજીક અકસ્માતે એકિટવા નં.GJ 11 AE 270 સ્લીપ થઇ જતા બાઇકચાલક રમેશભાઇ ભાણાભાઇ વંશ (ઉ.વ.૩૫) ફગોળાતા માથામાં ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ થયુ હતું.

મૃતદેહને કોડીનાર સરકારી દવાખાને પી.એમ.માટે ખસેડતા ટાઉન જમાદાર કાળુભાઇ ગઢવી અને પ્રદીપભાઇ ગોહિલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની વધુ તપાસ પી.એસ.આઇ. હેરમા ચલાવી રહ્યા છે.(૭.૪)

(12:05 pm IST)