Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જામનગર પાસે ખાનગી બસ ઉંધી વળતા વૃધ્ધાનું મોત : અન્યોને ઇજા

જામનગર તા. ૧ : અવિનાશભાઈ કરશનભાઈ ગોહીલ એ પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, જામનગર સમાણા રોડ ઉપર નારણપર ગામની ગોલાઈ પાસે રોડ ઉપર ગજરાજ ટ્રાવેલ્સ ના ચાલક પ્રવિણસિંહ ઉદયસિંહ ઝાલા એ બસ નં.જી.જે.–૧૦–ડબલ્યુ–૯પ૯૧ને પુરઝડપે અને ચલાવી બસને પલટી ખવડાવી બસમાં બેસેલ એક વૃઘ્ધ મહિલાનું મોત નિપજાવી તથા આ કામના ફરીયાદી અવિનાશભાઈને તથા અન્ય માણસોને હાથમાં ફેકચર તથા નાની–મોટી ઈજાઓ પહોંચાડી બસ મૂકી નાશી જઈ ગુનો કરેલ છે.

સતાપર ગામે આંકડા લખતા ચાર ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રણવભાઈ ખીમાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–૧ર–ર૦૧૮ ના સતાપર ગામ પ્રાથમિક શાળા પાછળ આવેલ હોકળામાં મુકેશભાઈ સોમાભાઈ પરમાર, ગાગજી પોંગારભાઈ સોંદરવા, ભરતભાઈ છગનભાઈ પરમાર, ભોજાભાઈ ભીમસીભાઈ પરમાર, આંકડા ઉપર પૈસાની લેતીદેતી કરી હારજીતનો જુગાર રમાડતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૯૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

અગમ્ય કારણોસર  વૃઘ્ધે ગળાફાંસો ખાધો

લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા ક્રિપાલસિંહ બાબભા જાડેજા એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, બાબભા ભીખુભા જાડેજા, ઉ.વ.પર, રે. ઝાખર ગામ, તા.લાલપુર, કોઈપણ અગમ્ય કારણસર પંખા  સાથે સાડી બાંધી જાતે થી ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

મોટી ખાવડીમાં કેબલ ચોરી

મેઘપર પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ જીવાભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી રાજેશભાઈ ના મોટી ખાવડી સાઈડ ઉપર આવેલી શોપ નં.–૩, અને ૪ ની વચ્ચે પડેલ કંન્ટેનર મા વેલ્ડીંગ કેબલ (કોપર) ૬૦ મીટર કિંમત રૂ.૧૮૦૦૦ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.(૨૧.૧૭)

(12:05 pm IST)