Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

મીઠાપુર હાઇસ્કુલમાં એન્યુઅલ કલ્ચરલ પ્રોગ્રામ ઉજવાયો

મીઠાપુર : આખામંડળ તાલુકાના મીઠાપુર ખાતે આવેલી મીઠાપુર  હાઇસ્કુલમાં અન્યુઅલ કલ્ચરલ પ્રોગ્રામ ઉજવાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામમાં ડાન્સ, ડ્રામા, કોમેડી, તેમજ ભરપુર મનોરંજન મળે તેવી કૃતિઓ આજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ તકે  શાળાના  પ્રિન્સિપાલ નીરવ જોશીએ  આ સ્કુલને ૬૬ વર્ષ જેટલું થઇ ગયુંછે તથા આ વિસ્તારમાં આ સ્કુલમાં ફકત શિક્ષણ પર જ નહીં પરંતુ અન્ય ઇતર પ્રવૃતિઓ જેવી કેે રમત ગમત, કલાકૃતિઓ વગેરેમાં પણ બાળકોને આગળ વધવાની તક મળે અન ેબાળકો ઉષ્કૃષ્ઠ પ્રદર્શન કરે તે બાબતો  પર પણ ધ્યાન દેવામાં આવે છે. આ કાર્યક્રમ માં વિશાળ જનમેદની ઉપરાંત  ટાટા કેમિકલ્સના અધિકારીઓ શ્રી એન. કામથ, શ્રી ડી.બી. શુકલા, ગુજરાતી શાળાના આચાર્ય ભારતીબેન વ્યાસ, સી.એ.વી. પબ્લિક સ્કૂલના આચાર્ય  આર.કે. શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટ સ્કૂલ ના શિક્ષણગણ ઉપરાંત  શાળા ના આચાર્યશ્રી નીરવ જોશી નો સિંહફાળો રહ્યો હતો. (તસ્વીર-અહેવાલ  દિવ્યેશ જટણીયા મીઠાપુર) (૩.૫)

(12:04 pm IST)