Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

કોટડાસાંગાણી તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદીના બીલ ન ચુકવાય તો આંદોલન

કોટડાસાંગાણી તા. ૧ : કોટડાસાંગાણી તાલુકાના બેતાલીસ ગામોના ખેડુતોએ ટેકાના ભાવે સરકારને એક મહીના પહેલા વહેંચેલ મગફળીના રૂપીયા હજુ સુધી બેંક અકાઉન્ટમા જમા નહી થતા ખેડુતોની હાલત કફોડી થઈ છે અનેઙ્ગ સરકાર દ્વારા કરાયેલ જમીન રીસર્વેમા પણ ગોટાળાઓ સામે આવ્યા હોય જે મામલે ખેડુતોમા રોસ ફેલાયો છે

એક તરફ ઓછા વરસાદથી તાલુકામા પાકનુ ઉત્પાદન પણ ઓછુ થયુ હોવાથી ખેડુતોની હાલત પહેલેથીજ દયનીય બની છે ત્યારે ખેડુતોને પોતાનુ ગુજરાન ચલાવવુ પણ ભારે થઈ પડ્યુ છે.

તેમ છતા સરકારે તાલુકાના ખેડુતોની ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીનુ પેમેન્ટ એક મહીનાથી અટકાવતા રોષે ભરાયેલા ખેડુતોએ કિશાન સંઘની આગેવાનીમા મામલતદારને આવેદન પત્ર પાઠવી વહેલી તકે પેમેન્ટ ચુકવવા અરજ કરી છે સાથેજ તાજેતમા જ કરાયેલ સરકારી કોન્ટ્રાકટરો જમીન રીસર્વેમા પણ ગોટાળાઓ સામે આવ્યા હોય જેનાથી ખેડુતોને જમીનના સાત બાર - આઠ/અ ના પ્રમાણપત્ર મેળવવામા પણ સમસ્યાઓ ઉભી થાય છે જે અંગે પણ ખેડુતોએ સરકાર વિરૂધ્ધઙ્ગ રોસ વ્યકત કરી કિશાન સંઘની આગેવાનીમા તાલુકાભરના ખેડુતોએ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને આગામી દિવસો ચુકવણી નહી કરાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.(૨૧.૧૬)

(12:03 pm IST)