Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ધોરાજીમાં ભકત તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા ભાગવત કથાનો પ્રારંભ

ધોરાજી, તા.૧: ધોરાજીના  સંત શ્રી તેજાબાપાના સાનિધ્યમાં ભકત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ અને નેત્ર યજ્ઞ સમિતિ અને કિર્તન મંડળના સંયુકત ઉપક્રમે તા. ૩૦ને રવિવારથી તા. ૬ સુધી જેતપુર રોડ ઝનાના હોસ્પીટલ ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્દ ભાગવત કથા મહોત્સવનુ ભવ્ય પ્રારંભ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ આ સમેયે હિતેશભાઈ કોયાણી વી.ડી.પટેલ.કિશોરભાઈ રાઠોડ ડી.જી.બાલધા અરવિંદભાઈ વોરા જયસુખભાઇ ઠેસિયા હરકિસનભાઈ માવાંણી બટુકભાઈ કંડોલીયા હકાભાઈ દરજી વિગેરે અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા

શ્રીમદ્દ ભાગવત કથા મહોત્સવ દરમ્યાન ૬ જાન્યુઆરી દરરોજ સવારે ૯ થી ૧૨ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન વિદ્વાન કથાકાર પ.પૂ. શાસ્ત્રી વિજયપ્રકાશ સ્વામીના શ્રીમુખેથી મધુરવાણીનો દિવ્ય લાભ મળશે.

 રવિવારે બપોરે ૩.૩૦ કલાકે વિશાળ પોથીયાત્રા ભકત શ્રી તેજાબાપાની જગ્યા ખાતેથી કથાકાર પૂ. શાસ્ત્રી વિજયપ્રકાશ સ્વામી જૂનાગઢના કોઠારી સ્વામી પરસોતમ પ્રકાશદાસજી (પી.પી. સ્વામી) વિગેરે સંતો-મહંતોની હાજરીમાં ધામધૂમપૂર્વક નીકળેલ.

 મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક પ.પૂ. કોઠારી સ્વામી પુરૂષોતમ પ્રકાશદાસજી (પી.પી.સ્વામી), સ્વામીનારાયણ મંદિર જૂનાગઢ તેમજ સંત વિભૂતિ મુકતાનંદબાપુ (ચાંપરડા), પૂ. શેરનાથબાપુ (ભવનાથ), વિજયબાપુ-સતાધાર, પૂ. રાજેન્દ્રદાસબાપુ (તોરણીયા), પૂ. ઈન્દ્રભારતી મહારાજ (જૂનાગઢ), શ્રી શ્યામસુંદરદાસબાપુ (સરસીયા), પૂ. અખંડાનંદસ્વામી (જેતપુર), પૂ. નિર્મળાદેવી (પ્રણામી આશ્રમ-ધોરાજી) રામદાસબાપુ-ધોરાજી. સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મનિષ્ઠ સંતોમાં પૂ. કોઠારી સ્વામી દેવ નંદનદાસજી - જૂનાગઢ - શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ સ્વામી, ફરેણી, શાસ્ત્રી સ્વામી નૌતમપ્રકાશદાસજી (વડતાલ), કોઠારી નારાયણપ્રિયદાસજી (કાલવાણી), મહંતશ્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી (કાશી બનારસ), કોઠારી  રાધારમણદાસજી સ્વામી જામજોધપુર (રાજકોટ), કોઠારી વિવેક સાગરજી સ્વામી (સાકળી), કોઠારી સ્વામી મોહનપ્રકાશદાસજી -ધોરાજી વિગેરે સંતો-મહંતો પધારશે.

 સમારોહમાં  રમેશભાઈ ધડુક, લલીતભાઈ વસોયા (ધારાસભ્ય), જસુબેન કોરાટ (પૂર્વ મંત્રી), રણછોડભાઈ કોયાણી (ચેરમેન યાર્ડ), વી.ડી. પટેલ,પૂર્વ નગરપતિ. કિશોરભાઈ રાઠોડ, નયનભાઈ કુહાડીયા, ભરતભાઈ બગડા, અરવિંદભાઈ વોરા, હરસુખભાઈ ટોપીયા (પ્રમુખ ભાજપ), ડી.એલ. ભાસા જયસુખભાઇ ઠેસિયા લાલિતભાઈ વોરા રાજુભાઇ એરડા વીગેરે મહાનુભાવો કથા દરમિયાન ઉપસ્થિત રહેશે. રાત્રી સમારોહમાં ગીતા રબારી સહીત દરરોજ પ્રોગ્રામ યોજાશે.

ભાગવત કથાને સફળ બનાવવા માટે આર.કે. કોયાણી, સુરેશભાઈ વદ્યાસીયા, ગુણવંતભાઈ વદ્યાસીયા, ગીરીશભાઈ ટોપીયા વિગેરે એ જહેમત ઉઠાવેલ છે.

વાડોદર ગામે ગણીત વિજ્ઞાન પદશન

ધોરાજીઃ વાડોદર ગામે ભાગ્યોદય વિધા મંદિર ખાતે બે દિવસીય ગણીત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતુ આ પદશનનૂ જૂનાગઢ મોટી હવેલીના પૂજય ગો પિયુષ રાયજી, ધોરાજી મામલતદાર , તાલૂકા પચાયત પમૂખ નીતાબેન ચાવડા,તાલૂકા વિકાસ અધિકારી ડઢાણીયા સહિત ના અધીકારીઓ તથા અગણી ઓની હાજરીમા પ્રારભ કરાયો હતો

આ ગણીત વિજ્ઞાન પદશન કાયકમમાં શાળાના ૫૦૦ જેટલા વિધાર્થીઓ ભાગલીધો હતો જેમાં વિષય વસ્તુઓ ગણીત વિજ્ઞાનરુ પર્યાવરણના ૧૦૧ જેટલા પ્રયોગ રખાયા હતા

અને ૨૫૧ પ્રકારની વનસ્પતિઓની ઓળખ તથા ઉપયોગ અને ગૌ આધારીત ખેતી અને ઓગનીક ખેતી અને ઔધોગિક દવાઓની બનાવટ વિશે જાણકારી અને ખેતીવાડી વિષયક તથા જમીન ફળદાયીતા અંગે માર્ગદર્શન અપાયું હતું આ પદશનમા મોટી સંખ્યામાં વિધાથીઓ એ ભાગ લીધો હતોઆકાયકમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શિક્ષકો નીટીમે જહેમત ઉઠાવી હતી.(૨૨.૨)

(12:03 pm IST)