Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ધોરાજી સ્ટેશન પ્લોટ ચિંતામણી પ્રાસ્વનાથજી દેરાસરમાં પોષ દશમીની ઉજવણી

ધોરાજી, તા.૧: જૈન ધર્મમાં માગસર વદ દશમને પોષ દશમી તરીકે ઓળખવામાં આવે છે. માગસર વદ નૌમ દશમ અને અગિયારસના ત્રણ દિવસ જૈનો ઉપવાસ કરે છે જેને પોષદશમી અઠ્ઠમ તરીકે ઓળખવામાં આવે છે. પોષ દશમીના અઠ્ઠમ નું જૈન ધર્મમાં અનેરૂ મહત્વ છે.

સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ચિંતામણી પાશ્વનાથ દેરાસરજીમાં પૂજય આચાર્ય ભગવંત હેમપ્રભસૂરીશ્વરજી આદિ ઠાણા તથા પૂજય સાધ્વીજી ભગવંત જયવર્ધનાશ્રીજી કુલ ૧૨૯ આરાધનાઓ ભકિત ભાવ પૂર્વક તપ આરાધના કરી રહેલ છે આ મહામૂલી આરાધનાનો અમૂલ્ય લાભ ચત્રભુજ જગમોહનદાસ વસાણીયા પરિવારે લીધેલ છે રોજ સવારે દેરાસરજીમાં પૂ.જ આચાર્ય ભગવંત તથા સાધ્વીજી ભગવંત સાથે વૃદ્ઘ દ્વારા ભકિત ભાવવામાં આવે છે સવારે ૯ વાગ્યે પૂજય શ્રી ની વ્યાખ્યાન ફરમાવે છે રાત્રે પ્રતિક્રમણ તથા પ્રભુશ્રી ની ભાવના ભાવવામાં આવે છે અને આજે સવારે ૭:૩૦ વાગ્યે સોની બજાર ના ગામના જૈન દેરાસરથી પ્રભુજીની વરદ્યોડો નિકળેલ હતો આ વરદ્યોડો સોની બજાર થઈને પીરખાનો કૂવો, ગેલેકસી ચોક થઈને સ્ટેશન પ્લોટ ના જૈન દેરાસરે સમાપ્ત થયો હતો. આ વરદ્યોડામાં સાધુ ભગવંત તેમજ જૈન ધર્મના ભાઈઓ બહેનો જોડાયેલ હતા.(તસ્વીર અહેવાલ ધમેન્દ્ર બાબરીયા દ્વારા)(૨૨.૨)

(12:02 pm IST)