Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ભાવનગરમાં બે ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપી ઝડપાયો

ભાવનગર, તા.૧: ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ  હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ભાવનગર, ચિત્રા, નિર્ભય સોસાયટી ગુરૂકુળ પાસેથી આરોપી રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ.૩૦ રહે.પ્લોટ નં.૮૫, પુજાનગર, નિર્ભય સોસાયટીની બાજુમાં ભાવનગર વાળાને એક શંકાસ્પદ મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર પ્રો રજી. નંબર- GJ-04-BP-6207 કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે ઝડપી પાડેલ અને મોટર સાયકલ બાબતે મજકુરને પુછતા મોટર સાયકલ પોતે વીસ દિવસ પહેલા બોરતળાવ બાલવાટીકા પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.  અન્ય એક મો.સા.  ચાર દિવસ પહેલા બપોરના સમયે બોરતળાવના નાકા પાસેથી ચોરી કરેલાની કબુલાત આપતા જે મો.સા. હોન્ડા સાઇન રજી. નંબર GJ-04-DF-0240 કિ.રૂ.પ૦,૦૦૦/- નુ મજકુર ઇસમના ઘરેથી કબજે કરી મો.સા. ચોરીના ગુન્હા દાખલ થયેલ છે.

આમ એસ.ઓ.જી. પોલીસને બે વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

 આ કામગીરી  એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. જયદેવસિંહ ગોહીલ તથા મહાવીરસિંહ ગોહીલ, યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી જોડાયા હતા.(૨૨.૫)

(12:01 pm IST)