Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

માળીયા મિંયાણા પોલીસે ૪૦ બોટલ દારૂ સાથે હિંમતને ઝડપી લીધો

રેતીમાં દાટેલા દારૂના જથ્થાનું સપ્લાય થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી

મોરબી તા. ૧ : માળીયા પોલીસે ગત રાત્રીના અણિયારી ટોલનાકા પાસેથી રેતીમાં દાટેલો દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના સુચાનથી ડી.વાય.એસ.પી. બનો જોષી ના માર્ગદર્શન હેઠળઙ્ગગત રાત્રીના સમયે માળિયા પોલીસના મહિપતસિંહ સોલંકી, જયદેવસિંહ ઝાલા, રમેશભાઈ રાઠોડ અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે અણીયારી રેહતો હિમત બાબુલાલ ગડેસિયા પાસે દારૂનો જથ્થો છે તેની તપાસ કરતા તેને આ દારૂનો જથ્થો રેતીના ઢગલામાં સંતાડી રાખ્યો હોવાથી ત્યાં પોલીસ ચેક કરતા ૪૦ બોટલ દારૂ કીમત રૂપિયા ૧૩,૬૦૦ સાથે ઝડપી પાડ્યો હતો.(૨૧.૧૯)

 

(12:01 pm IST)