Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

તળાજા ભાજપના કાર્યકર્તાઓ ખાટલે ચઢશે

શહેર - તાલુકામાં શેરીએ શેરીએ દસ દિવસમાં ખાટલે બેસી લોકોને સાંભળવા આદેશ

તળાજા તા. ૧ : લોકસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુકયા છે. આથી ભાજપ ફરીને લોકસમપર્ક કરવા માટે ખાટલા બેઠકો યોજે તે માટે તળાજા શહેર અને તાલુકા ભાજપ ને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં લોકો નીહૈયા વરાળ જે કઈ હોય શાંતિથી સાંભળવી. સામે ઉગ્ર ન થવુ તેવો આદેશ આપ્યો હોવાનું જાણવા મળેલ છે. ખાટલા બેઠક ના ફોટાઓ વાયરલ ન કરવાનો પણ સ્પષ્ટ આદેશ હોવાનું કાર્યકરોમાં ચણ ભણાટ છે.

લોકસભાની ચૂંટણી આવતાજ હવે રાજકીય પક્ષના આગેવાનો કાર્યકર્તાનેઙ્ગફરી ને આમ જનતા મતદારો સમક્ષ ના છૂટકે હાજર થવું પડશે. રાજયમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપ નુશાશન રાજય અને કેન્દ્રમાં સાડાચાર વર્ષ થી હોય સરકારે આપેલ હોય તે વાયદાઓ ને લઈ લોકોમાંઙ્ગઙ્ગઅસંતોષ કે રોષ હોય તે સ્વાભાવિક છે. જેને કારણે મત લેવાઙ્ગ જવાનું થાયઙ્ગ તે સમયે એન્ટી ઈન્કબસીનું ભોગ બનવું ન પડે તેમાટે ભાજપ એ અત્યાર થીજ મન બનાવી લીધું છે.

જેને લઈ તળાજા શહેર અને તાલુકા ભાજપ ને ખાટલા આઠ દિવસમાં એક એક શકિત કેન્દ્રોમાં દસ દસ યોજવાનો આદેશ કર્યો છે. કંપની જેમ પોતાના કર્મચારીને ટાર્ગેટ આપે તેમ શકિત ઇન્ચાર્જને ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યૂ હતું કે તળાજામાં સાત બૂથ એટલે ઓછામાં ઓછી સિત્તેર ખાટલા બેઠકોઙ્ગ શેરી ગલીઓમાં કરવાની રહેશે. તાલુકા પંચાયતની બત્રીસ બેઠકો હોય ત્રણસો વિસ બેઠકો કરવાની રહેશે.

આ બેઠકોને લઈ એવી ચર્ચા છે કે બેઠકો યોજાય તેના ફોટાઓ વાયરલ કરવાના નથી. જવાબદાર આગેવાનોને જ ફોરવર્ડ કરવાના છે. બેઠકમાં પણ ચોક્કસ સંખ્યા હોવી જોઈએ. એન્ટી ઈન્કબસીના કારણે લોકોમાં અમુક પ્રશ્નોને લઈ રોષ હોવાનો. રોષઙ્ગ ઠાલવે તો ઠાલવવા દેવાનો. શાંતિથી લોકોને સાંભળવાના છે. આપણે ઉગ્ર થવાનું નથી. રામ મંદીરનો મુદ્દો ચગ્યો છે.આથી આ મુદ્દે પણ કોઈ સ્પષ્ટતા કરવાની નથી. ફરીને આશ્વાસન જ આપવાનું છે.

ખાટલા બેઠકોને સફળ બનાવવા માટે જવાબદાર વ્યકિતઓ દ્વારા મળેલી સૂચનાઓ ને લઈ કામગીરી પણ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. જોકે ખાટલા બેઠક કરવામાં જવાબદારો ને શિયાળા માં પરસેવો પાંડવો પડે તેવું લાગી રહયુ છે.(૨૧.૧૯)

(12:01 pm IST)