Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

વાંકાનેર તાલુકાની ૩૧ જેટલી પેટા ચૂંટણી માટે ૨૦મીએ મતદાન

વાંકાનેર તા.૧: મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની ૩૧ જેટલી પેટા ચૂંટણી આગામી તા. ૨૦ના ચૂંટણી યોજાશે.

જેમાં ૩૧ જેટલી પંચાયતોમાં વાોર્ડની ચૂંટણી તથા ત્રણ પંચાયતોમાં વાંકાનેર તાલુકાની ચંદ્રપુર તથા લાલપુર અને કોઠી પંચાયતમાં સરપંચની ચૂંટણી થશે. જયારે ૩૧ પંચાયતના સભ્યો ચૂંટાશે. જેમાં ચંદ્રપુર-લાલપુર-કોઠી- ખેરવા- દલડી-લુણસરીયા- બોકળથંભા- પીપળીયા અગાભી- ખીજડીયા પીપરડી- ખાનપર-કણકોટ- જામસર-નાગલપર- વરડુસર- લાકડધાર- દિધલીયા- રાતી દેવળી- કાનપર- લીંબાળા-મેસરીયા- જેપુર- ગારીડા- લુણસર- હશનપર- ભલગામ- રાણેકપર- તિથવા- કાશીયાગાળા-અમરસર- પાંચદુવારકા, ઓળ-સરતાનપર- ખખાણાની પંચાયતોની પેટાચૂંટણીના વોર્ડના સભ્યોની ચૂંટણી અંગે તા. ૩૧-૧૨-૧૮થી તા. ૫-૧-૧૯ સુધી નાયબ કલેકટર કચેરી અને પ્રાંત અધિકારી, સેવાસદન વાંકાનેર  ખાતે ફોર્મ ભરી શકાશે. અને તા. ૭-૧ના ફોર્મની ચકાસણી બાદ મતદાન તા. ૨૦-૧-૧૯ના રોજ યોજાશે. તેમ નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારીએ જણાવેલ છે.(૧.૧૨)

(12:00 pm IST)