Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

બગસરા પાલિકા પ્રમુખના પુત્ર સહિત ૬ દારૂ પીતા ઝડપાયા

બગસરા, તા. ૧ : ઙ્ગ બગસરા ને ગંજીવાડા વિસ્તારમાં તારીખ ૩૦ ની રાત્રે પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરવામાં આવતા રમેશભાઈ મધુભાઈ ખોરાકના મકાનમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી ને શંકાને આધારે રેડ કરતા તેમાં બગસરા પાલિકા પ્રમુખ ના પુત્ર નીતિનભાઈ કેશુભાઈ બઢિયા, રમેશભાઈ મધુભાઈ કોરાટ, રફીક અમીરભાઈ ચારનીયા, હરિભાઈ શંભુભાઈ સુહાગીયા, નરેન્દ્ર ભાઈ ગુણવંતભાઈ બોરીચા, અલ્પેશભાઈ હરિભાઈ બોરીચા, સહિતના ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા હતા.૮ નાની બોટલ તથાઙ્ગ બિયર ના ટીન, તેમજ મોબાઈલ મળી કૂલ ૪૫૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર ની કાર્યવાહી હકાથ ધરી હતી.ઙ્ગ  રાજકીય આગેવાનો પકડાયા હોય તેમને છોડાવવા માટે ખૂબ રાજકીય દબાણ સહિત ના ધમપછાડા કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસ કડક વલણ દાખવતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.તપાસ પી.એસ.આઈ. સરવૈયા ચલાવી રહ્યા છે. (૯.ર)

(12:00 pm IST)