Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

નવલખી ડિઝલ ચોરી કૌભાંડમાં પકડાયેલ ૮ શખ્સો જેલ હવાલે

મોરબી, તા. ૧: નવલખી બંદરે ડિઝલ ચોરી કૌભાંડમાં પકડાયેલ ૮ શખ્સોને જેલ હવાલે કરાયા હતા.

નવલખી બંદરે ડિઝલ ચોરીના કૌભાંડમાં યુ એસ એલ કંપનીના મેનેજર નીતિનભાઈ દેવજીભાઈ પરમારે  સ્થાનિક લોકો સહિત ૨૮ શખ્સો સામે ફરિયાદ કરી હતી આ મામલે માળિયા પોલીસે વધુ તપાસ કરી ગુલાબ જુસબ સાઈચા, ફિરોઝ જુસબ સાંઇચા,જાકિર હબીબ સાઇચા, નસીર હબીબ સાઈચા, હુસેન અબ્દુલ ટાક, હૂસન અબ્દુલ ટાક, મુસા ખમીસ ટાક, ગફુર ખમીસ ટાક રહે રહે બધાં જુમવાડી વાળાઓને ગુનામાં ઉપયોગ થયેલ ત્રણ બોટ સાથ રહી છે. ધરપકડ કરી હતી. પકડાયેલ તમામ શખ્સોને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. (૯.ર)

(11:59 am IST)