Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ભાવનગર પાસે કુતરૂ આડુ ઉતરતા બોલેરો પલ્ટી ગઇઃ યુવકનું મોત

ભાવનગર તા. ૧: ભાવનગર નજીક કુતરૂ આડુ ઉતરતા બોલેરો કાર પલ્ટી જતાં યુવાનનું મોત નિપજયું હતું.

ભાવનગર નજીક ત્રાપજ બંગલા પાસે રસ્તા ઉપર કુતરૂ આડુ ઉતરતા તેને બચાવવા જતાં પુર ઝડપે ઘસી આવેલી બોલેરો કાર પલ્ટી ખાઇ જતાં બોલેરોનાં ચાલક જાલર ગામનાં માંગીલાલ ગીરધરભાઇ ચૌધરી ઉ.વ.૧૮નેે ગંભીર ઇજા થતાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ હતા. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.(૧.૧૩)

(11:59 am IST)