Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ભાણવડઃ કેબલ ઓપરેટરોએ ટ્રાઇના નવા નિયમો વિરૂધ્ધ બાઇક રેલી યોજી આવેદનપત્ર આપ્યું

ભાણવડ તાલુકાના કેબલ ઓપરેટરોએ વ્યથા વ્યકત કરેલ છે કે, ટ્રાઇના આ નવા નિયમનથી કેબલ ઓપરેટરો બેરોજગાર જ થઇ જશે કારણ કે, નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકોને આ નવા એમ.આર.પી. નિયમથી થનારો અસહય ભાવ વધારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઇ કાળે પરવડી શકે તેમ નથી અને આવા વર્ગના બધા ગ્રાહકો તેમના કનેકશન કઢાવી નાખશે. ટ્રાઇનો આ નિર્ણય ગરીબ, મધ્યમ વર્ગ તેમજ ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોના હિતને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવેલ છે જેઓને નાના કેબલ ઓપરેટરો સસ્તુ અને સારૂ મનોરંજન પુરૂ પાડી રહે છે ત્યારે આ અસહય ભાવવધારાના કારણે ગ્રાહકો જ ન રહે તો નાના કેબલ ઓપરેટરોની રોજી જ છીનવાઇ જાય એમ છે. ત્યારે ટ્રાઇ ના આ નિર્ણયનો સખ્ત વિરોધ કરવામાં આવે છે નાના કેબલ ઓપરેટરો અને ગરીબ-મધ્યમવર્ગના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આ નવા નિયમો રદ કરવામાં નહિ આવે તો નાના કેબલ ઓપરેટરો તેમજ ગરીબ-મધ્યમગર્વના ગ્રાહકોએ નાછુટકે આશ્ચર્યજનક કાર્યક્રમો, આમરણાંત ઉપવાસ અને ચુંટણી બહિષ્કાર સહિતના કાર્યક્રમો આપવાની ફરજ પડસે. અહિના ઓપરેટરોએ બાઇક રેલી યોજી આવેદન પાઠવ્યું હતું.(૭.૭)

(11:59 am IST)