Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સોરઠમાં ધુમ્મસ સાથે ઠંડીનું આક્રમણઃ ગિરનાર પ.૯ ડીગ્રી

લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો : નલીયા ૭.ર, ગાંધીનગર ૭.૪, ભાવનગર ૧૧.પ, જામનગર ૧૧.૮, રાજકોટ ૧ર.ર ડીગ્રી તાપમાન

રાજકોટ, તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસરનો અનુભવ થાય છે.

જેના કારણે ઠંડીથી બચવા માટે લોકો રાત્રીના ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને ગરમ વસ્ત્રો તથા તાપણાનો સહારો લોકો લઇ રહ્યા છે.

જોકે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.

જુનાગઢ

જુનાગઢ : સોરઠમાં ધુમ્મસ સાથે ઠંડીનું આક્રમણ રહ્યું છે. ગિરનાર પર પ.૯ ડીગ્રી ઠંડી નોંધાઇ છે.

નવા વર્ષ ર૦૧૯ની પ્રથમ સવાર આજે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૯.૯ ડીગ્રી રહેતા ઠંડીમાં રાહત મળી ન હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા વહેલી સવાર ધુમ્મસની ચાદર બિછાવાઇ ગઇ હતી.

અહીંના ગિરનાર પર્વત ખાતે પ.૯ ડીગ્રી કાતીલ ઠંડી રહી હતી. પર્વતીય વિસ્તારમાં ઠંડીનું જોર યથાવત રહેતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ ઠુંઠવાય ગયા હતાં.

ભાવનગરમાં ૧૧.૬ ડીગ્રી

ભાવનગર : ભાવનગરમા ઠંડીમાં એક ડીગ્રીનો ઘાડો થયો છે. આજે મંગળવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૧.૬ ડીગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમ-ર૬, લઘુતમ-૧૧.૮, ભેજ-પ૩ ટકા, પવન-૪.૩ કિ.મી. છે.

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ

તાપમાન

ગિરનાર પર્વત

  પ.૯

ડીગ્રી

અમદાવાદ

  ૯.૪

''

ડીસા

  ૯.૩

''

વડોદરા

૧૦.૦

''

જુનાગઢ

  ૯.૯

''

સુરત

૧૩.૦

''

રાજકોટ

૧ર.ર

''

ભાવનગર

૧૧.૬

''

જામનગર

૧૧.૮

''

પોરબંદર

૧ર.૦

''

વેરાવળ

૧૬.૦

''

દ્વારકા

૧પ.ર

''

ઓખા

૧૯.પ

''

ભુજ

૧ર.૪

''

નલીયા

  ૭.ર

''

સુરેન્દ્રનગર

૧૧.૦

''

ન્યુ કંડલા

૧૦.૪

''

કંૅડલા એરપોર્ટ

  ૯.૯

''

અમરેલી

  ૯.૭

''

ગાંધીનગર

  ૭.૪

''

મહુવા

  ૯.પ

''

દીવ

૧૧.૦

''

વલસાડ

૧૦.૬

''

વલ્લભ વિદ્યાનગર

૧૧.પ

''

(11:58 am IST)