Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ઉના પાસે દારૂની ૨૩ બોટલ અને ૧૨ ટીન બીયર જથ્થો ઝડપાયો

ચેક પોસ્ટ પાસે ૩૦ થી વધુ પીધેલ હાલતમાં ઝડપાયા

ઉના તા ૦૧  : પોલીસે દિવથી મોટર સાયકલ ઉપર આવતાં ૩ શખ્સો પાસેથી ૨૩ બોટલ દારૂ, ૧૨ ટીન બીયર સાથે પકડી પાડયા હતા.

' એહમદપુર માંડવી ચેક પોસ્ટ ઉપર ૩૦ તથા તડ ચેક પોસ્ટ ઉપર ૨૦ થી વધુ કેફી પીણુંં પીધેેલ યુવાનોને પકડી જેલની હવા ખવરાવતી પોલીસ''

એહમદપુર માંડવી ચેક પોસ્ટ તથા તડ ચેક પોસ્ટ  ઉપર  ઉના ના  પોલીસ ઇન્સ્પેકટરખંાભલા, ચુડાસમા તથા  રાજયગુરૂ મંધારા તથા સ્ટાફ એ રાઉન્ડ ધ કલોક દિવથી છાંટો પાણી કરી આવતા લોકોને મશીનથી ચેકીંગ કરી ૩૦  થી વધુ તથા તડ ચેક પોસ્ટ ઉપર ૨૦ થી વધુ લોકોને પકડી, ઉના નવા બંદર મરીન પોલીસની લોકઅપમાં પુર્યા હતા. જયાર ે દિવથી મોટર સાયકલ ઉપર આવતા ઉના ના મુકેશ ચંદુભાઇ પરમાર, મયુર નાનુભાઇ વાઘેલા રે. ઉના વાળાને દારૂની બોટલ, બીયર ટીન-૧૨, મો.સાયકલ મળીરૂા ૧૮૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ,જયારે બીજા એક ભુપત ભીમા કામવાંસોજી વાળાને ૧૫ બોટલ દારૂ તથા મોટર સાયકલ સાથે રૂા ૧૨ હજાર ૭૫૦  ના  મુદામાલ પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કર્યો હતો. (૩ે.૭)

 

(11:57 am IST)