Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સોમનાથમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને લંચમાં રપ વસ્તુઓ ગોલ્ડ પ્લેટમાં અપાઇ

પ્રભાસપાટણ, તા., ૧: સોમનાથમાં પધારેલા રાષ્ટ્રપતિના લંચ મેનુમાં ગોલ્ડ પ્લેટમાં રપ જેટલી આઇટમો પીરસવામાં આવેલ હતી. જેમાં વેલકમ ડ્રીકસમાં નાળીયાર પાણી, વાયુમુકત પાણી, તરારી જયુસ, વરીયાળી જયુસ, રોસ્ટેડ ટ્રાઇફુટ, બે જાતના સુપ, બેડ વેજીટેબલમાં જીરા પરોઠા, પાલક પનીર, બટરનાન, લચ્છી બદામની સબજી, ફુલકા રોટલી, નમકીનમાં મિડીયા સમોસા, સેન્ડીવીચ, ઢોકળા, દાળભાતમાં મરાઠી દાળ, સ્ટીમ રાઇસ, દાલ ફાઇ, ઝીરાભાત, મીઠાઇમાં આમુલ્ડ કબાલ રાબ, કેશર રાજભોગ, ઇમરટી,ભોજનના અંતે ડ્રાઇફુટ મલાઇ મિશરી, તાજા ફુટ તેમજ ભોજન સાથે રસીયન સલાડ, સ્પ્રાઉટ સલાટ, ડુંગળી, અથાણુ, મસાલાવાળી છાશ, મીનરલ પાણી અને મુખવાસ સહીત રપ વસ્તુનુ વીઆઇપી લંચ મેનુ ગોલ્ડ પ્લેટમાં પીરસવામાં આવેલ હતું. આ તમામ મેનુ રાજકોટની શ્રી આશાપુરા કેટરર્સ દ્વારા ૧૪૦ ના સ્ટાફ સાથે બનાવવામાં આવેલ હતું અને રાષ્ટ્રપતિએ સાગર દર્શન ૧૦૦૯ રૂમમાં રાષ્ટ્રપતિ તેમના પત્ની અને પુત્રીએ લંચ લીધેલ હતુ જયારે તેમની સાથે દિલ્હીથી ૪પ અને રરપ લોકોએ લંચ લીધેલ હતું. (૪.૩)

(11:57 am IST)