Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ખંભાળીયામાં ગુરૂવારે ગરીબ કલ્યાણ મેળો દેવભૂમિ દ્વારકા વિકલાંગ વોલીબોલ સ્પર્ધા

દેવભૂમિ દ્વારકા તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૩ના રોજ જામ ખંભાળીયા ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની આગોતરા આયોજન અંગે દેવભૂમિ દ્વારકાના કલેકરટશ્રી જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાય હતી.

જિલ્લા કલેકટર જે.આર.ડોડીયાએ જણાવ્યું કે, આગામી અગીયારમો ગરીબ કલ્યાણ મેળા ગુજરાત રાજયમાં યોજાઇ રહિયો છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે યોજાવામાં આવશે. જેમાં દેવભૂમિ દ્વારકાના પ્રભારી અને ગુજરાત રાજયના મંત્રી વાસણભાઇ આહિર અને ચેરમેન મુળુભાઇ બેરા પણ ઉપસ્થિતિ રહેશ.  તેમજ તેમણે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવનાર કિટ્સ, ચેક અંગે અગાઉથી તૈયારીઓ કરવા જણાવેલ.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર.રાવલે ખેતીવાડી, સમાજ કલ્યાણ, પૂરવઠા, શિક્ષણ, સમાજ સુરક્ષા સહિત જુદા-જુદા ખાતાનાં અધિકારીઓને લાભાર્થીઓની સમયસર ડેટા એન્ટ્રી કરવી અને લાભાથીઓને આપવાની થતી કીટ કાર્યક્રમના સ્થળે સમયસર પહોંચી જાય તે સુનિચ્ચિત કરી લેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિઠલાણી, ખંભાળીયાના પ્રાંત અધિકારી શ્રી જોશી, દ્વારકાના પ્રાંત અધિકારીશ્રી જાડેજા, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને જુદા જુદા વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

જિલ્લા કક્ષા વિકલાંગ વોલીબોલ સ્પર્ધા

ગુજરાત સરકારશ્રીનાં કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ – ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા રમત  ગમત અધિકારીશ્રીની કચેરી– દેવભુમિ દ્રારકા દ્રારા સંચાલિત જિલ્લાકક્ષા વિકલાંગ વોલીબોલ માટે ની સ્પર્ધા ટુંક સમયમાં આયોજન કરવામાં આવનાર છે. રસ ધરાવતા ખેલાડીઓ નામ સરનામું મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝ ફોટો અને જન્મ તારીખ સહિતની સંપુર્ણ વિગતો સાથેની અરજી તા. ૧૦ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રૂમ નં. સી-૧/૨, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, દેવભુમિ દ્રારકાને મોકલી આપવાની રહેશે.(૨૧.૪)

(9:48 am IST)