Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જસદણના ભાડલા વેરાવળ રૂટ ઉપર એસટી બસ શરૂ કરવા માંગણી : ૭૦ વિદ્યાર્થીઓનો પ્રશ્ન

ભાડલા તા. ૧ :ઙ્ગ જસદણઙ્ગ ભાડલા વેરાવળઙ્ગ રાણીંગપર રણજીતગઢ વિરપર બોઘરાવદર હડમતિયા ગોલીડા ઢાંઢીયાથી ત્રંબા રૂટ પર એસ ટી બસ સેવા શરૂ કરવા આ વિસ્તારનાઙ્ગ ગ્રામજનો અને વિદ્યાર્થીની માંગ ઉઠવા પામી છે.

આ ગામડાઓ માંથીઙ્ગ અભ્યાસ માટે સવારે ૬ વાગે ઓછા મા ઓછા ૭૦ વિદ્યાર્થીઓ રાજકોટ અપડાઉન કરે છે આ વિદ્યાર્થીઓને ભાડલાથી એસ ટી બસ મળે છે અને પરત આવવા માટે ભાડલા આવું પડે છે ભાડલાથી પ્રાઈવેટ વાહન જવું પડે છે અને અને ચોમાસામાં વાહનો ન મળે તો ચાલીને જવું પડે છે.

આ વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં ઉચ્ચકક્ષાએ બેદરકારી દાખવી રહ્યા છે માટે ભાડલા થી સવારે ૬ વાગે ઉપડે અને રાજકોટ ૭.૩૦ વાગ્યે પહોચે અને આજ રૂટ પર બપોરે ૧ઙ્ગ વાગ્યે રાજકોટથી ઉપડે તેવી એસ ટી બસ સેવા શરૂ કરવા આ વિસ્તારના ગ્રામજનો અને વિદ્યાર્થીઓની માંગણી છે.(૨૧.૪)

(9:47 am IST)